અંજાર, તા. 4 : બરસાના ચીકસોલી ખાતે ચાલતી શ્રીમદ્ વ્રજ પ્રભા ગ્રંથ પારાયણના ચોથા દિવસે ભાવભેર શ્રીકૃષ્ણજન્મોત્સવની
ઉજવણી કરાઈ હતી.જેને લઈને રસિકજનો કૃષ્ણભકિતના
રંગે રંગાયા હતા. મંગલાચરણ બાદ કથા મનોરથી કર્માબેન રણછોડભાઈ રધુભાઈ રાવત પરીવાર ધ્વારા
પોથીપૂજન,અર્ચન
તથા ગુરૂપૂજન કરાયુ હતું. કથા પહેલા રમેશભાઈ બાપા પરિવારની બાળાએ દસ ભોમના મુખાગ્રહનુ મનમોહક ધ્યાન રજૂ કરી શ્રોતાઓને
અભિભૂત કર્યા હતા. કૃષ્ણ જન્મની કથા, ભજનો અને પદો ધ્વારા ભકિતરસનુ અમૃતપાન કરતા વકતા ત્રિકમદાસજી મહારાજે જણાવ્યુ હતુ કે જયારે પૃથ્વી ઉપર પાપ અને અધર્મનો અતિભાર વધે ભકતો પર અત્યાચાર વધે ત્યારે ભગવાન ધર્મની
પુન:સ્થાપના માટે અવતાર ધારણ કરે છે. આ જ કારણસર સર્વ યુગોમાં પ્રભુ ધર્મસ્થાપનાર્થે
પૃથ્વી ઉપર અવતરતા રહયા છે.માતા દેવકી અને વાસુદેવજીના લગ્ન,કંસને
મૃત્યુની આકાશવાણી,દેવકી- વાસુદેવજીના સંતાનોની કારાગ્રૃહમાં
હત્યા,નારદજી અને કંસનો સંવાદ, તેમજ કારાગૃહ ભગવાન કૃષ્ણજન્મ પ્રસંગ વિગેરે પ્રસંગો તેમણે રસાળશૈલીમાં
વર્ણવ્યા હતા. પારાયણના વકતા કૃષ્ણનો જન્મોત્સવ દરમ્યાન નંદ ઘેર આનંદ ભયો,જય કન્હૈયા
લાલ કી ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી
ઉઠયુ હતું. ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી
મહારાજે ભજનો,પદો અને ધૂની રમઝટ બોલાવી હતી. જેને લઈને
કથા મંડળ કૃષ્ણમય બન્યો હતો.કૃષ્ણજન્મોત્સવ
દરમ્યાન ઠેરઠેર પુષ્પવર્ષા કરવામાં
આવી હતી. માતા દેવકી અને વસુદેવજીના લગ્ન,
કંસને પોતાના મૃત્યુ અંગે થયેલી આકાશવાણી, વસુદેવ-કંસ
સંવાદમાં વચનના મહિમા, દેવકી-વસુદેવના સંતાનોની કારાગૃહમાં થયેલી
હત્યા, નારદજી અને કંસનો સંવાદ, નારદજી
અને યોગમાયાનો સંવાદ, બલભદ્રજીનો જન્મોત્સવ તથા કંસના ક્રોધનું
સહીતના પ્રસંગોનું વર્ણન કરાયું હતું. વકતાએ વધુમાં ઉમેર્યું હતુ કે સદગુરૂના વચનથી જીવન ધન્ય બને છે.સંતોના હદયમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ
સમર્પણ ભાવ રહેલો છે. ભગવાનની ગતિ અત્યંત ગુઢ છે. જયારે દુષ્ટોની સંગત મનુષ્યોના જીવનને
દુર્ગતિ તરફ દોરી જાય છે.વાસુદેવજી ત્રિકાળજ્ઞાની હતા. જયારે કંસના સલાહકારોની દુષ્ટવૃતિએ
તેને વધુ અધર્મી બનાવ્યો હતો.ગ્રંથનું વાંચન કરતા
વિવિધ પ્રસંગોનું વર્ણન કરાયું હતું.- વ્રજ ગૌશાળા અને ગોવર્ધન નંદીશાળા માટે 21 લાખનુ દાન : ચીકસોલી ખાતે
ચાલતી વ્રજ પ્રભા ગ્રંથ પારાયણના મનોરથી કર્માબેન
રણછોડભાઈ રાધુભાઈ રાવત પરીવાર ધ્વારા કથા વકતા ત્રિકમદાસજી મહારાજ ધ્વારા સંચાલિત નાગલપરની
વ્રજ ગૌશાળા અને ગોવર્ધન નંદીશાળા માટે રૂા. 21 લાખના અનુદાનની જાહેરાત
કરવામાં આવી હતી. ઉપસ્થિત રસિકજનોએ ગૌસેવાના આ મહાયજ્ઞને અનુમપ સેવા કાર્ય ગણાવ્યુ
હતું.