• શુક્રવાર, 05 જૂન, 2026

પૂર્વ કચ્છમાંથી ઝડપાયેલા 27 બાંગલાદેશીની સઘન પૂછપરછ

ગાંધીધામ, તા. 4 : પૂર્વ કચ્છ પોલીસે રાજ્ય સરકારના આદેશ બાદ ઓપરેશન ડેલ્ટા હન્ટ  હાથ ધરીને અહીંથી 27 જેટલા બાંગલાદેશીઓને પકડી પાડયા હતા. આ તમામની હવે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના ઓપરેશન ડેલ્યા હન્ટ અંતર્ગત સમગ્ર રાજ્યમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે પણ કાર્યવાહી કરી હતી અને ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. જુદી-જુદી ફેકટરીઓ, કંપનીઓ તથા લાકડાંના બેન્સાઓમાં કામ કરતા લોકોની તપાસ બાદ 37 જેટલા શંકાસ્પદ લોકોને ઉપાડી લેવામાં આવ્યા હતા. જેમની વધુ પૂછપરછ કરાતાં તે પૈકીના બાળકો, મહિલાઓ સહિત 27 જેટલા બાંગલાદેશી હોવાનું બહાર આવ્યું હતું. આ તમામને આવતીકાલે પૂર્વ કચ્છ એસ.ઓ.જી. કચેરીએ લઈ જઈ વધુ સઘન પૂછપરછ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું અને તેમની પાસેથી સમર્થન મેળવ્યા બાદ એમ્બેસીમાં તેની જાણ કરવામાં આવશે ત્યાંથી અભિપ્રાય આવે ત્યાં સુધી તમામને હેડકવાર્ટર અથવા અન્ય સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવશે. એમ્બેસીમાંથી અભિપ્રાય આવ્યા બાદ તમામને ડિપોર્ટ કરવામાં આવશે તેવું બહાર આવ્યું હતું. તમામની પૂછપરછ દરમ્યાન નવી કડીઓ મળશે કે કેમ તે પ્રશ્ન છે. જિલ્લામાં હજુ કોઈ ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે કે કેમ તેની પણ પોલીસે ઝુંબેશ જારી રાખી છે. 

Panchang

dd