• શુક્રવાર, 05 જૂન, 2026

લોર્ડસ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડનો 140માં ધબડકો

લંડન તા.4 : ઓવરકાસ્ટ કન્ડીશન અને લોર્ડસ મેદાનની લાઈવ પિચ પર ન્યુઝીલેન્ડ સામેના પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમનો 140 રનમાં ધબડકો થયો હતો. મેચના પહેલા દિવસે ચાના સમય બાદ ઈંગ્લેન્ડ ટીમ ફકત 39.4 ઓવરમાં ડૂલ થઇ ગઇ હતી. કિવિઝ તરફથી કાઇ જેમિસને કાતિલ બોલિંગ કરીને 62 રનમાં પ વિકેટ ઝડપી હતી. નાથન સ્મિથને 3 અને વિલ ઓ'રૂકેને 2 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી એકમાત્ર હેરી બ્રુકે સંઘર્ષ કરીને પ6 રનની ઈનિંગ રમી હતી. સ્ટાર બેટર જો રૂટ 1 રન જ કરી શકયો હતો. કેપ્ટન બેન સ્ટોકસ 12 રને અને બેન ડકેટ 19 રને આઉટ થયા હતા. એમેલિયો ગેએ ડેબ્યૂ ઈનિંગમાં 8 રન કર્યાં હતા. 

Panchang

dd