ગાંધીધામ, તા. 4 : રાપરના બાદરગઢમાં અગાઉ થયેલી
રૂા. 15000ની વાયર ચોરીના પ્રકરણમાં પોલીસે
બે શખ્સોને ઝડપી પાડયા હતા. ખીરઈથી ગોવિંદપર બાજુ બાઈકથી જઈ રહેલા શખ્સ પાસે ચોરી કે
છળકપટથી મેળવેલો કોપર વાયર હોવાની પોલીસને પૂર્વ બાતમી મળી હતી. દરમ્યાન વોચ ગોઠવી
જામનગરના અનવર સતાર જત, હાજી સતાર
જતને પકડી લેવાયા હતા. તેમની પાસે મળેલા મુદ્દામાલ અંગે આધાર પુરાવા ન મળતાં બંનેની
વધુ પૂછપરછ કરાઈ હતી, જેમાં તેમણે બાદરગઢમાં અગાઉ ચોરી કરી હોવાની
કેફિયત આપી હતી. દરમ્યાન બાદરગઢના ફરિયાદી ખેડૂત રમેશ રણછોડ દુબરિયા (પટેલ)એ પોલીસ
મથકે આવી રૂા.15,000ના વાયર ચોરીની
ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા બંને શખ્સો પાસેથી એક કિલો કોપર વાયર, 18 કિલો કેબલ
વાયર, બાઈક એમ કુલ રૂા. 42,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.