• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

હવે ગરમી અકળાવશે : મહત્તમ પારો ઊંચકાવાની આગાહી

ભુજ, તા. 8 : પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ ઓછો થતાં કચ્છ ફરી એકવાર ગરમીનું મોજું પોતાનું જોર બતાવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી દિવસોમાં મહત્તમ પારો બેથી ચાર ડિગ્રી ઊંચકાવા સાથે હવામાન વિભાગે ગરમી-ઉકળાટની સ્થિતિ સર્જાવાનું  યેલો એલર્ટ ત્રણ દિવસ માટે જારી કર્યું છે. ગઇકાલે વેગીલા વાયરાએ ધૂળિયો માહોલ સર્જ્યો હતો. આજે પવનની ગતિ મંદ પડવા સાથે તાપે પોતાનો પરચો દેખાડવાનું શરૂ કર્યું હતું.  ભુજ અને કંડલા (એ.) ક્ષેત્રમાં મહત્તમ તાપમાન 35.6 ડિગ્રીએ પહોંચતાં આખો દિવસ ગરમીની આણ વર્તાઇ હતી. રાજ્યમાં કચ્છના આ બંને નગરો ચોથા નંબરનાં ગરમ મથક બન્યાં હતાં. જિલ્લામાં સરેરાશ પવનની ઝડપ આજે 10થી 15 કિ.મી.ની વચ્ચે નોંધાઇ હતી. લઘુતમ પારો પણ 23થી 25 ડિગ્રી વચ્ચે રહેતાં જે શીતળતા થોડા દિવસો પહેલાં અનુભવાઇ હતી તે હવે ગાયબ થઇ ગયેલી જોવા મળી હતી. 

Panchang

dd