• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

રોમાંચક મેચમાં દિલ્હી સામે ગુજરાતનો 1 રને વિજય

નવી દિલ્હી, તા. 8 : અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બુધવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે છેલ્લા દડા સુધી રમાયેલી અને રોમાંચક બનેલી મેચમાં ગુજરાતે દિલ્હીને 1 રનથી હરાવી પોતાની પહેલી જીત નોંધાવી હતી. ડેવિડ મિલરે બાજી સંભાળી એક તબક્કે દિલ્હી જીતની હેટ્રિક સુધી પહોંચાડી હતી, પરંતુ તે બે રનની જરૂર હતી ત્યારે જ મિલર એક રન ન દોડતાં ગુજરાતની જીત થઈ હતી. જીતની હેટ્રિક નોંધાવવાના ઈરાદે મેદાને ઊતરેલી દિલ્હી વતી કે એલ રાહુલે 52 દડામાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 92 રન ઝૂડયા હતા, જ્યારે મિલરે 20 દડામાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 41 રન, જ્યારે નિસંકાએ 24 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41 રન બનાવ્યા હતા. ગુજરાત વતી રાશિદ ખાનને 4 ઓવરમાં 17 રન આપી 3 વિકેટ ખેરવી હતી, કૃષ્ણાને 2 વિકેટ મળી હતી. અગાઉ શુભમન ગિલની 70 રનની કેપ્ટન ઇનિંગ અને જોસ બટલર-વોશિંગ્ટન સુંદરની આક્રમક અર્ધસદીની મદદથી આઇપીએલની આજની મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સે 4 વિકેટે 210 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ગુજરાતની ઈનિંગ્સમાં 13 છગ્ગા અને 16 ચોગ્ગા લાગ્યા હતા. આથી 142 રન બાઉન્ડ્રીથી બન્યા હતા. પાવરપ્લેમાં 1 વિકેટે 68 રન કરી ઝડપી શરૂઆત કરી હતી. કપ્તાન ગિલે 4પ દડામાં 4 ચોગ્ગા-પ છગ્ગાથી આતશી 70 રનની ઈનિંગ્સ રમી હતી. તેના અને બટલર વચ્ચે બીજી વિકેટમાં 32 દડામાં 60 રનની ભાગીદારી થઇ હતી. બટલર 27 દડામાં 3 ચોગ્ગા-પ છગ્ગાથી પ2 રન કુલદીપના દડામાં બોલ્ડ થયો હતો. જયારે વોશિંગ્ટન સુંદરે 32 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગાથી ઝડપી પપ રન કરી ગિલ સાથે મળીને ત્રીજી વિકેટમાં 61 દડામાં 104 રનની સંગીન ભાગીદારી કરી હતી. સાઇ સુદર્શન 12 રને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સ 14 અને તેવતિયા 1 રને નોટઆઉટ રહ્યા હતા. દિલ્હી તરફથી મુકેશકુમારે પપ રનમાં 2 વિકેટ લીધી હતી. 

Panchang

dd