• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

મેઘપર (બો.) નજીક શર્મા રિસોર્ટનાં મેદાનમાંથી 4.26 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 8 : મેઘપર બોરીચીની સીમમાં આવેલ શર્મા રિસોર્ટનાં ઘાસવાળાં મેદાનમાંથી પોલીસે એક ગાડીમાંથી રૂા. 4,26,420નો શરાબ જપ્ત કર્યો હતો. જો કે, ગાડીચાલક હાથમાં આવ્યો ન હતો. આરોપીને પકડવા પોલીસે સી.સી.ટી.વી. સહિતની આગળની તપાસ હાથ ધરી છે. શર્મા રિસોર્ટની અંદર મેદાનમાં ઈસુઝુ ગાડી નંબર જી.જે.-12-બીડબલ્યુ- 4763માં દારૂનો જથ્થો ભરેલો હોવાની પૂર્ણ બાતમીના આધારે આજે વહેલી સવારે પોલીસે અહીં છાપો માર્યો હતો. પોલીસને આવતી જોઈને ગાડીમાં સવાર શખ્સે ગાડી હંકારી દીધી હતી અને ઘાસનાં મેદાનમાં લઈ ગયો હતો, પરંતુ ત્યાંથી ગાડી નીકળે તેમ ન હોવાથી આરોપીએ ગાડી ત્યાં મૂકીને ત્યાંથી નાસી છૂટયો હતો. દરમ્યાન આ ગાડીને એલ.સી.બી.ની કચેરીએ લઈ જઈ તેમાંથી વ્હાઈટ લેસ વોડકા 180 મિ.લી.ના 1296 કવાર્ટરિયા, વ્હાઈટ લેસ વોડકા 750 મિ.લી.ની નવ બોટલ એમ કુલ રૂા. 4,26,420નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ગાડીમાં કોણ હતું ? દારૂ કયાંથી આવ્યો, ગાડી કોની છે ? તે સહિતની વિગતો માટે પોલીસે સી.સી.ટી.વી. સહિતની મદદથી તપાસને આગળ ધપાવી છે. અંજાર, આદિપુર, ગાંધીધામમાં બેફામ, બેખોફ દારૂ ઊતરતો હોવાના આક્ષેપ વચ્ચે લાખોનો શરાબ ઝડપાતાં આ આક્ષેપને સમર્થન મળ્યું હતું. 

Panchang

dd