• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

લખનઉ સામે કોલકાતાનો રાહ કઠિન : પ્રથમ જીત મેળવવાનું લક્ષ્ય

કોલકાતા, તા. 8 : જીતનો ક્રમ હાંસલ કરવા સંઘર્ષ કરી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ ગુરુવારની મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે. આ મેચમાં સીઝનની પહેલી જીતનો સ્વાદ ચાખવા માટે કેકેઆરની ઇલેવનમાં વ્યાપક બદલાવ જોવા મળી શકે છે.બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીતથી લખનઉ ટીમનું મનોબળ વધ્યું છે. કેકેઆર સામે વિજયક્રમ જાળવી રાખવા માટે તેના ટોપ ઓર્ડર બેટર્સે સારો દેખાવ કરવો પડશે. શમી ઘરેલુ ક્રિકેટમાં બંગાળ તરફથી રમે છે. આથી ઇડન ગાર્ડનની પરિસ્થિતિથી સારો એવો વાકેફ છે. તેની સામે કેકેઆરના બેટધરોની કસોટી થશે. કેકેઆર ટીમે તેની ત્રણેય મેચમાં જીત મેળવી નથી. પાછલી મેચ પંજાબ સામે હતી. જેમાં 25 રનમાં 2 વિકેટ પડી ગઇ હતી. બાદમાં વરસાદને લીધે મેચ પડતી મુકાઈ હતી અને 1 પોઇન્ટથી ખાતું ખોલાવ્યું હતું. ગુરૂવારે રમાનારી આ મેચમાં પણ વરસાદની થોડી સંભાવના છે. હવામાન ખાતાએ કોલકાતામાં બુધવારે સાંજે અને ગુરુવારે સવારે વરસાદની આગાહી કરી છે. જો કે, સાંજે સંભાવના ઓછી છે. જે આયોજકો માટે રાહતના સમાચાર છે. એલએસજીની તાકાત પાવરપ્લેમાં ચુસ્ત બોલિંગ છે. શમીના સાથમાં પ્રિન્સ યાદવ પણ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે.  

Panchang

dd