દહીંસરા (તા. ભુજ), તા 6 : આ ગામે આવેલાં ભાઈઓ-બહેનોનાં સ્વામિનારાયણ મંદિરને
કરોડોના ખર્ચે નવાં બનાવાયાં છે. આગામી 20 મેથી
એપ્રિલથી સાત દિવસ મહાઉત્સવ યોજાશે. મંદિરના કળશોનું આગમન થતાં શોભાયાત્રા યોજાઇ હતી.
ગામમાં આ મહાઉત્સવની તડામાર તૈયારીઓ ચાલુ છે, ત્યારે મંદિરના કળશોનું આગમન થતાં
રાસમંડળી સાથે વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. મંદિરમાં સાંખ્યયોગી બહેનોએ કળશ વધાવ્યા
હતા. ગોર વિશાલ વ્યાસના હસ્તે પૂજા કરાઇ હતી. યુવક મંડળ, મંદિર
ટ્રસ્ટીઓ સહિત ગામજનો જોડાયા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી આદિ
સંતોના આશીર્વાદથી આ ઉત્સવમાં પટેલ ચોવીસીના 24 ગામ જોડાશે. શેરી વળાવી સજ્જ કરું જેવી ભાવનાથી ગામોને
સામૂહિક રીતે સુઘડ કરાશે. હજારો પત્રિકાઓ વિતરીત કરાઇ રહી છે. વિદેશથી ભાવિકોનું આગમન
થઇ રહ્યું છે. 24 ગામને આમંત્રણ અપાશે. વિષ્ણુયાગ, પોથીયાત્રા, નગરયાત્રા, દીપ પ્રાગટય,
અભિષેક, મહાઆરતી, રાસમંડળી,
રાસોત્સવ સહિતના ધામિક કાર્યક્રમો યોજાશે.