• સોમવાર, 23 માર્ચ, 2026

માંડવીનું જળ જે વ્યક્તિ મસ્તકે ચડાવે તેનું શ્રેય અવશ્ય મળે

કોડાય (તા. માંડવી), તા. 21 : કુમકુમ મંદિરના સંતો દ્વારા  માંડવીના દરિયા કિનારે ભગવાનનો પુષ્પઅભિષેક કરવામાં આવ્યો હતો. માંડવીનું જળ જે કોઈ મસ્તકે ચડાવે તેને શ્રેય મળે છે. તેવું સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું. શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદના સંતો માંડવી દરિયા કિનારે આવ્યા હતા અને  હરિકૃષ્ણ મહારાજ ઉપર પુષ્પોથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મંત્રની - ધૂન - કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સત્સંગ સભા યોજાઇ હતી. પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ  ભક્તિ અને સત્સંગ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે તે અંગે વાત કરી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ માંડવીના મહિમા અને તેના ઇતિહાસ અંગે જણાવ્યું હતું કે, ઈ.સ.1581માં માંડવીની સ્થાપના રાવ ખેંગારજીએ કરી હતી. આજથી 400 વર્ષ પહેલાં માંડવી વિશ્વમાં જહાજ બનાવવા માટે સુપ્રસિદ્ધ હતું. કુમકુમ મંદિરના સંસ્થાપક  શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પણ આ દરિયાનાં જળથી હરિકૃષ્ણ મહારાજ ઉપર અનેક વખત અભિષેક કરેલો છે અને તેમણે સ્વયં સ્નાન કરેલું છે. તેથી આ માંડવીનો દરિયા કિનારો પ્રસાદીમય બનેલો છે. 

Panchang

dd