ભુજ, તા. 8 : એ.આઈ. એટલે કે આર્ટિફિશિયલ
ઈન્ટેલિજન્સના વધતા વ્યાપને ધ્યાને લઈ કચ્છમિત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટે સીમાચિહ્નરૂપ
પહેલ કરી કચ્છ-ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માટે એ.આઈ. સમિટનું આયોજન કરાયું છે, ત્યારે ભુજ અને ગાંધીધામમાં 13 અને 14 માર્ચે આયોજિત એ.આઈ. માસ્ટરક્લાસમાં
વિશેષ રીતે નાના ઉદ્યોગ સાહસિકો- વ્યવસાયકર્તાઓને એ.આઈ.ની ઉપયોગિતા સમજાવાશે. - એ.આઈ. સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત
કરાશે : 13 માર્ચના સાંજે 4 કલાકે ગાંધીધામ ચેમ્બર હોલ ખાતે અને 14 માર્ચના સવારે 9 કલાકે ભુજમાં મુક્તજીવન મહિલા કોલેજ ખાતે
યોજાનાર સૌથી મોટી લર્નિંગ ઈવેન્ટ સમાન એ.આઈ. માસ્ટરક્લાસમાં સ્થાનિક ઉત્પાદક, રિટેઈલ અને ફાઈનાન્સ સેક્ટરમાં એ.આઈ. સોલ્યુશન
પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. - તબક્કાવાર એ.આઈ.ના ઉપયોગની સમજ અપાશે : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ,
કચ્છ કોર્પોરેટ ફોરમના સહયોગ સાથે આયોજિત એ.આઈ. માસ્ટરક્લાસમાં બિઝનેસમાં
એ.આઈ.ના અમલની તબક્કાવાર પ્રેક્ટિકલ રીત સમજાવાશે. અશોક કે. શાહ, અભિષેક કર, માનસી વાય. ઠક્કર અને મુકેશ દેઢિયા જેવા આંતરરાષ્ટ્રીય
સ્તરના નિષ્ણાતો ઓછા સમયમાં અસરકારક અને વાયરલ કન્ટેન્ટ બનાવવાની વ્યૂહરચના સમજાવવા
સાથે બદલાતા સમયની સાથે વ્યાપારને સુસંગત બનાવવાનું માર્ગદર્શન પણ અપાશે. - ઉદ્યોગ સાહસિકોને મોટી સંખ્યામાં
જોડાવા ઈજન : એ.આઈ. અને સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ
કરી તમારા બિઝનેસને રોકેટ ગતિએ વધારવાના માસ્ટરપ્લાન સમિટમાં અપાવાના છે, ત્યારે ભુજ અને ગાંધીધામમાં આયોજિત એ.આઈ. માસ્ટરક્લાસમાં
જોડાવા માટે ઉદ્યોગ સાહસિકોને આયોજકો દ્વારા ઈજન અપાયું છે.