• મંગળવાર, 03 માર્ચ, 2026

એઆઇ અને ગણિત વિષય અન્વયે ભુજમાં શિક્ષકો માટે યોજાઇ તાલીમ

ભુજ, તા. 2 : રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગૂજકોસ્ટ)ના સહયોગથી શિક્ષકો માટે ત્રણ દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા સહિત જૂનાગઢ અને સુરતની વિવિધ શાળાઓના કુલ 45 શિક્ષકે ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ભોપાલના એમ. એસ. સોલંકીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મૂળભૂત સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. લાલન કોલેજના પ્રો. શીતલ પંડયાએ એઆઈ પાછળનું આધારભૂત ગણિત કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ આપી હતી. બીજા દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ડો. ભરત રત્નપાલે ચેટ જીપીટી  જેવી ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કરીને ગણિત વિષયને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય તે વિષય પર માહિતી આપી હતી. ગજવાણી કોલેજ, આદિપુરની રિતુ પૂજારાએ એસસીઆઈ લેબનો પરિચય આપી કાડિંગ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકોને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું. ત્રીજા દિવસે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષક ડો. અશોક પરમારે ગણિતને રસપ્રદ અને સરળ બનાવતી હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ કરાવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે  શિક્ષકોને માર્ગદર્શન આપ્યું. હતું. શિક્ષકોને ગૂજકોસ્ટ દ્વારા પ્રમાણપત્ર તથા ગણિત પ્રવૃત્તિ કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ક્રિપ્ટોગ્રાફી આધારિત ગણિત ટ્રેઝર હન્ટ, સાયન્સ ગેલેરી મુલાકાત અને ભારતના સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબજરવેટ્રીથી આકાશદર્શન તથા રહેવા જમવાનું  આયોજન પણ કરવામાં આવ્યું હતું. આયોજન અને વ્યવસ્થા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ પરમાર અને ફેસિલિટી મેનેજર આરતી આર્યનાં માર્ગદર્શન હેઠળ કરાયું હતું. કેન્દ્રના સ્ટાફે જેહમત ઉઠાવી હતી. તેવું સાયન્સ કોમ્યુનિકેટર શૈલ પલણે જણાવ્યું હતું.

Panchang

dd