• મંગળવાર, 03 માર્ચ, 2026

ભડલીમાં ગરીબદાસજી સ્થાનકના પૂજારી ગાદીપતિ સોમનાથજી બ્રહ્મલીન થયા

નખત્રાણા, તા. 2 : બ્રહ્મલીન સંત સોમનાથજી શિદ્ધયોગી ધોરમનાથ દાદા નાથસંપ્રદાય પરંપરાની જાગીરના નખત્રાણા તાલુકાના ભડલી (થરાવડા) ગામે આવેલ બ્ર. યોગી ગરીબનાથજીની તપાભૂમિ મંદિર-આશ્રમ સ્થાનકના પૂજારી ગાદીપતિ યોગી સોમનાથજી ગુરુ લહેરનાથજી આજે સવારે બ્રહ્મલીન થતાં તેમની પાલખીયાત્રા - સમાધિવિધિ ગરીબનાથજી સ્થાનકના સંકુલમાં પરંપરા મુજબ સંપન્ન કરી સાધુ-સંતો-ભાવિકોની મોટી સંખ્યાની હાજરીમાં સમાધિસ્ત કરવામાં આવ્યા હતા. મહંતયોગી પીર સોમનાથજી દાદા (થાન જાગીર), મહંત યોગી મહેશનાથજી ગુરુ હીરાનાથજી (ધીણોધર ડુંગર), યોગી મોજનાથજી ગુરુ સોમનાથજી (થાન જાગીર), યોગી આઝાદનાથજી, યોગીશ્રી કંથળનાથજી (મનફરા), વીરમનાથજી, રાહુલનાથજી, મહંત યોગેશનાથજી ગુરુ સોમનાથજી-સંતોની ઉપસ્થિતિમાં સ્થાનક સમિતિના ભાવિકો, ખેતુભા જાડેજા, હરિભાઇ પટેલ (સરપંચ), પચાણભાઇ ગરવા, લાલજી મહેશ્વરી, શિવુભા જાડેજા સહિત ભડલી-થરાવડાના મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં સંતને સમાધિ આપવામાં આવી હતી. તાજેતરમાં ભડલી આશ્રમ મધ્યે યોજાયેલા માતાજી કનકેશ્વરીની દેવી ભાગવત કથા આયોજનને સફળ બનાવવા બ્ર. સોમનાથ દાદાનું મોટું યોગદાન હતું. સંતના સમાધિપૂજન આવતી કાલે તા. 4-3 બુધવારે યોજાશે.

Panchang

dd