ભુજ, તા. 2 : અહીં
છ કોટી સંઘના કેશરબાઇ જૈન ભવન ખાતે મૂળ સુરેન્દ્રનગરના લખતર ગામનો એક આખો પરિવાર
દીક્ષા અંગીકાર કરતો હોવાથી સન્માન કરાયું હતું. લીંબડી અજરામર સંપ્રદાયનાં
ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી મહાસતી કવિતાજી, નમ્રતાજી, ધ્વનિજી, કોમલજી,
નિજશ્રીના સાંનિધ્યમાં વસુમતીબેન હિંતમલાલ કરશનજી દોશી પરિવારનાં
ચાર મુમુક્ષુ વિમલકુમાર, બંસરીબેન, વંશ્રિકા,
આર્યન દીક્ષા અંગીકાર કરી સંયમપંથે આગળ વધતા હોવાથી સન્માન પત્ર આપી
બહુમાન કાર્યક્રમ યોજાયો હતો. કવિતાજીના મંગળાચરણ બાદ પૂર્વ ભૂમિકા આપતા તથા
સંચાલન કરતા જૈન ભવન સંચાલન સમિતિનાં જગદીશભાઇ મહેતાએ ગચ્છાધિપતિનાં આશીર્વાદ તથા
દિવંગત મહાસતીજી મીનાકુમારીના સંસ્કારોથી સુસંસ્કૃત ચાર મુમુક્ષુ જૈનાચાર્ય
કલાપૂર્ણ સુરીશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્ય કલ્પસૂરીજી મ.સા. દ્વારા બોધ પામી તા. 23-4નાં
મુંબઇ ઘાટકોપર ખાતે દિક્ષીત થશે. અજરામર જૈન પાઠશાળાના 32 બાળકે
સંયમ દીક્ષા ઉપકરણોની મહત્તા દર્શાવતા રૂપક દ્વારા અનુમોદના કરી હતી. વિધિ પરેશ
શાહે કોરિયોગ્રાફરની સેવા આપપી હતી જૈન ભવન સંચાલન સમિતિનાં જિજ્ઞેશ શાહે સ્વાગત
કર્યું હતું. સમિતિના પ્રફુલભાઇ દોશી,
અજરામર કંકુ મહિલા મંડળના
ઉપપ્રમુખ મનીષા મહેતા, મંત્રી દર્શના મોરબિયાએ પ્રાસંગિક વકતવ્યો દ્વારા અનુમોદના કરી હતી.
મુમુક્ષુવતી વિમલકુમાર તથા આર્યનએ ગુરુ તથા પરિવાર પ્રત્યે સહોભાવ વ્યક્ત કર્યો
હતો. સંચાલન સમિતિના દેવેન દોશી, નરેશ મહેતા, જીયેશ શાહ, કંકુ મહિલા મંડળની કારોબારી, અજરામર યુથના સભ્યો, પાઠશાળાના શિક્ષિકાએ વ્યવસ્થા
સંભાળી હતી. પરિવાર દ્વારા મુમુક્ષુઓને મળેલી રકમ વરસીદાનમાં ઉપયોગ કરવાની જાહેરાત
કરી હતી.