માંડવી, તા. 2 : રણછોડદાસજી
બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટ અને લોહાણા બોર્ડિંગ માંડવીના સહયોગથી
નિ:શુલ્ક નેત્રનિદાન - નેત્રયજ્ઞનો 79મો કેમ્પ સહયોગી દાતા રવિલાલ
તારાચંદ શાહ તથા નાંઢુબેન રવિલાલ શાહ (માંડવી)ના સ્મરણાર્થે હસ્તે પુત્રી
મૃદુલાબેન રવિલાલ શાહવાળા હતા. તેઓ દર વર્ષે એક કેમ્પ કરે છે. આ કેમ્પમાં કુલ 112 દર્દીની
આંખની તપાસણી થઈ હતી, જેમાંથી 21 લોકોને રાજકોટ હોસ્પિટલ ઓપરેશન
માટે લઈ જવાયા હતા. હોમિયોપેથીનો કેમ્પ રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા યોજાયો હતો, જેમાં 58 દર્દીને
તપાસી નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં પ્રમુખ હરીશ ગણાત્રા, ટ્રસ્ટી શાંતિલાલ
ગણાત્રા, જયેશ સોમૈયા, મૃદુલાબેન શાહ,
ઉદય શાહ (એડવોકેટ) તથા રાજકોટના ડો. અલ્કેશ ખરેડિયા, લેબ ટેકનિશિયન તથા હોમિયોપેથિકના ડો. મનોજ માકાણીની ટીમના ડો. શીતલબેન
મારવાડા, હસમુખ ઠક્કર, મહેન્દ્ર ચોથાણી,
ડો. શંકર ખારવા, દિનકર જોશી, રામજીભાઈ ઠક્કર, રમેશ ઝાલા, રાજેશ
કષ્ટા, જયુભાઈ નંદુ, વિજયરાવ-મુંબઈ,
મિતેશ ઉદાસી, પનુભાઈ દરજી, કુમુદબેન જોશી, ભારતીબેન ખારવા, કિશોર ગટ્ટા વિ.એ સેવા આપી હતી. સંચાલન મેડિકલ કેમ્પના કન્વીનર હસમુખ
ઠક્કર અને આભારવિધિ મૌલિક ચંદારાણાએ કર્યા હતા.