• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

આર્ટ ઓફ લિવિંગ દ્વારા મંત્ર દિક્ષાનો કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 18 : આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના ઉપક્રમે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ધ્યાન અને સત્સંગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેંગ્લોર સ્થિત આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાંથી સ્વામી કૃપાનંદજી કચ્છમાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લાનાં ભુજ, અંજાર અને ગાંધીધામ કેન્દ્રોમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધકો જોડાયા હતા. ગાંધીધામ ખાતે દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. ધ્યાનમાં શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય તે સંદેશ સાથે ડિસેમ્બર મહિના દરમ્યાન હેપીનેસ કાર્યક્રમનું કચ્છનાં વિવિધ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમનાં આયોજનમાં આર્ટ ઓફ લિવિંગ પ્રાથમિક શિક્ષકોનો ફાળો રહ્યો હતો. ગુજરાત શિક્ષક સંયોજક અશોક પરીખની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd