• મંગળવાર, 20 મે, 2025

કંડલામાં હરિત ઈંધણની સુવિધા માટે ડી.પી.એનું વૈશ્વિક સંગઠન સાથે જોડાણ

ગાંધીધામ, તા. 10 :  દિન દયાળ પોર્ટ દ્વારા  ગ્રીન હાઈડ્રોજન ઉપરાંત જહાજોમાં હરિત ઇંધણ પૂરું પાડવાની દિશામાં પણ વ્યાપક પ્રયાસો  આદર્યા છે. આ અંતર્ગત મિથેનોલ સંસ્થા સાથે હાથ મિલાવ્યા છે. આ વૈશ્વિક સંસ્થા મિથેનિલ ઉદ્યોગોનું સંગઠન છે.  હરિત ઇંધણ માટે પોર્ટ પ્રશાસને વધુ એક સફળતા મેળવી છે મિથેનોલ ઇન્સ્ટિટ્યૂટના સભ્ય તરીકે, દિન દયાળ પોર્ટ દરિયાઇ ઇંધણ તરીકે મિથેનોલ પર વૈશ્વિક ચર્ચામાં યોગદાન આપશે, ઉદ્યોગના નેતાઓ સાથે  હરિત ઉર્જા અંગે માહિતીનું આદાન પ્રદાન થશે. અને  દરિયાઈ ક્ષેત્રમાં હરિત ઇંધણના ઉપયોગ માટે નીતિ બનાવવામાં  યોગદાન આપશે. આ અંગે ડી.પી.એ ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું હતું કે મેરી ટાઈમ ક્ષેત્રમાં 2050 સુધી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેની દિશામાં કેન્દ્ર સરકારે વ્યાપક પ્રયાસો આદર્યા છે દિન દયાળ પોર્ટ (અગાઉ કંડલા પોર્ટ) ગ્રીન શાપિંગ કોરિડોર્સમાં સહભાગી થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મિથેનોલ ઇન્સ્ટિટ્યૂટમાં પોર્ટના જોડાવાથી મેથેનોલ ઉત્પાદકો, સપ્લાયર્સ, વેસલ ઓપરેટર્સ, રેગ્યુલેટર્સ અને અન્ય હિસ્સેદારો સાથે  સમુદ્રી વ્યાપારમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા  અને નેટ-ઝીરો ધ્યેય હાંસલ કરવામાં યોગદાન આપવા માટેની ભાગીદારીમાં વધુ તક મળશે તેવું તેમણે કહ્યું હતું.  મિથેન ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ ગ્રેગ ડોલને ` મીથેન ઇન્સ્ટિટ્યૂટમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીને આવકારતાં  કહ્યું  હતું કે  કાર્બન ઇંધણમાં સંક્રમણને વેગ આપવા માટે બંદરો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને બાયો મિથેનોલ બંકારિંગ અને હરિત ઇંધણના માળખાકીય સુવિધા વિકસાવવા માટે પ્રત્યે પોર્ટ પ્રશાસનની પ્રતિબદ્ધતા દરિયાઇ ઉદ્યોગ માટે ટકાઉ ઉકેલોને પ્રોત્સાહન આપવાના ઇન્સ્ટિટ્યૂટના પ્રયાસને વધુ મજબૂત  બનાવશે તેવું ઉમેર્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ રોટરડેમ-સિંગાપોર ગ્રીન શાપિંગ કોરિડોરમાં દિન દયાળ પોર્ટ વ્યૂહાત્મક રીતે સ્થિત છે દીનદયાલ પોર્ટ શૂન્ય-ઉત્સર્જન ઇંધણ બંકારિંગ હબ બનવા માટે માળખાકીય  સુવિધા વિકસાવવામાં આવી રહી છે. આ દિશામાં પોર્ટ દ્વારા મિથેનોલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હાથ મિલાવ્યા છે.  પોર્ટ સક્રિયપણે બાયો-મિથેન બંકારિંગ, લોજાસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અને લીલા ઈંધણને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા  સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ માટે  ઊર્જા-કાર્યક્ષમ કાર્ગો હેન્ડાલિંગ ટેક્નોલોજી, 1 મેગા વોલ્ટ ગ્રીન હાઇડ્રોજન ડેમોસ્ટ્રેશન પ્લાન્ટ, અને બેટરી, ફ્યુઅલ સેલ અને હાઇબ્રિડ-સંચાલિત ટગબોટ સહિતના મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે ડીપીએ દ્વારા મિથેનોલ બંકારિંગ તાજેતરમાં જ એસ. ઓ.પી જાહેર કરવામાં આવી હતી મિથેનોલ  બન્કારિંગ માટે પોર્ટમાં કેટલી શક્યતાઓ છે તે અંગેનો  અભ્યાસ કરવા માટે ડીએનવી સાથે  કરાર કરાયા છે. આ વિવિધ પગલાંઓ ,ગ્રીન મેરીટાઇમ ઇંધણને આગળ વધારવા માટે પોર્ટની  સક્રિયતા  દર્શાવે  છે. આ ઉપરાત  મેરીટાઇમ ઇંધણ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ પણ બનાવાઈ રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd