• બુધવાર, 13 નવેમ્બર, 2024

રવાપરમાં નવરાત્રિ મહોત્સવની સુવર્ણ જયંતી ઊજવાઈ

રવાપર (તા. નખત્રાણા), તા. 11 : માતાના મઢમાં આશાપુરાના ચરણોમાં વસેલા રવાપર ખાતે મહાકાળી મિત્ર મંડળ મુંબઈ પરિવાર દ્વારા યોજાતી નવરાત્રિને 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે માતાજીના અલગ-અલગ સ્વરૂપે પૂજન, અર્ચન, આરતી જેવાં આયોજન હાથ ધરી ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. મહાઆરતીમાં દરેક સમાજના પ્રતિનિધિ અને દાતાઓના ભવ્ય સન્માન કરાયા.  આ મહોત્સવની પ્રથમ રાત્રે મહાકાળી પૂજન, જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો સાથે દશેરાના 700 બાલિકાનું પૂજન, પ્રસાદ અને ગિફટ અર્પણ કરી આશીર્વાદ  લેવાશે. આ તકે મહાઆરતીમાં 300થી વધુ બાલિકાએ ભાગ  લીધો હતો. આ ગરબીને 50 વર્ષ પૂર્ણ થતાં સ્વ. દરિયાલાલ ચંદન અને સ્વ. દિનકરભાઈ રૂપારેલને યાદ કરી તેમના પત્નીઓ પુષ્પાબેન દિનકરભાઈ, પુષ્પાબેન દરિયાભાઈ, ચન્દ્રાબેન નવીન કારિયા, વિજયાબેન નવીન ચંદન તેમજ મંડળના પરિવારજનો- આયોજકો નીલેશ ચંદન, તુલસીદાસ ચંદન, ચેતન ચંદન, દાતાઓ રામજીભાઈ ચંદન, જેન્તીલાલ કારિયા, તુષારભાઈ ચંદન, જતિનભાઈ ચંદન, વિજયભાઈ સચદે, જિજ્ઞેશ જોશી, રાજેશભાઈ ચંદન, નીલેશભાઈ કારિયા, મનીષભાઈ કારિયા, અશ્વિનભાઈ ચંદન તેમજ ભુજના મૂળજીભાઈ કેશરિયા, ભૂપેન્દ્રભાઈ ચંદન, ભરતભાઈ ચંદન સહિત મહેમાનોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે રવાપરના સરપંચ પરેશભાઈ રૂપારેલ અને લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ રૂપારેલ તથા ગામના દરેક પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang