મુન્દ્રા, તા. 17 : તાલુકાના કારાઘોઘા જૈન મહાજન
વાડી મધ્યે સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું સાંસદના હસ્તે
લોકાપર્ણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.
ઉદઘાટા વિનોદ ચાવડાએ જણાવ્યું કે, સરકારની યોજનાઓથી કારાઘોઘા
અને બોચાને ટૂંક સમયમાં જ રૂ. છ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. જે સરકારની છેવાડાના
માનવી સુધી પહોંચાવાની કટિબદ્ધતાનું ઉદાહરણ છે. સરકારની કરોડોની ગ્રાન્ટ તેમજ છેલ્લા
25 વર્ષમાં સાત હજારથી વધુ યુનિટોના
કચ્છમાં આગમનથી ગામડાં ધબકતાં થયા છે. પણ, દરેક વ્યક્તિ આત્મનિર્ભર બની બીજાંને રોજગાર આપી ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની
યાત્રામાં જોડાય. સમારોહના સવિશેષ અતિથિ જનકાસિંહ જાડેજાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તળે સાથે ગુજરાત સરકાર સાનિધ્યમાં અનેક
સરકારી ગ્રાન્ટ કચ્છને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશની પ્રગતિમાં મહત્વનાં
એવા ગામડાંઓના વિકાસને વધારીએ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજાએ વિકસિત
ભારતની સંકલ્પનામાં દરેક સક્રિય બની જોડાય તેવી અપીલ કરી હતી. જિ. પં. પૂર્વ
કારોબારી ચેરમેન અને સભ્ય મહેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, દેશને
પરમ વૈભવના શિખરે લઈ જવામાં દરેક જણ ભલે, શકય એટલું કાર્ય કરીને
પણ જોડાય. આ અવસરે દાતાઓ ધીરૂભા વેલુભા સોઢા, રમેશ બી. મહેશ્વરી, મેઘજીભાઈ રબારી બોચા, શામજીભાઈ મહેશ્વરી (નિવૃત પીએસઆઈ)નો આર્થિક સહયોગ બિરદાવાયો હતો. સરકાર અને
દાતાઓના સહકારથી કુલ રકમ રૂ. પંચાવન લાખના વિકાસ કાર્યોનો લાભ મળ્યો હતો. આ પહેલાં, સ્વાગત કરતાં યુવરાજાસિંહ જાડેજાએ
પાંચ વર્ષની જવાબદારીમાં કારાઘોઘા બોચા ગામને અનેક યોજનાઓ વિકાસ કાર્યોની ભેટ આપી હોવાનો
ઉલ્લેખ કરી આગામી સમયમાં ડેમો પણ નર્મદાનાં નીરથી ભરાઇ જશે તેવો વિશ્વાસ દર્શાવ્યો
હતો. સંચાલન ભુમિબેન ગોર તથા અજયાસિંહ રણજીતાસિંહ રાજપુતે કર્યું હતું. આયોજનમાં જયંતિ
શેઠિયા, તખુભા રવુભા, નિરલ વેદાંત,
હીરાભાઈ પટેલે આયોજન વ્યવસ્થા સાંભળ્યું હતું. કારાઘોઘા જૈન મહાજને સહયોગ
આપ્યો હતો. આ અવસરે કારાઘોઘા બોચા જૂથ ગ્રા. પં. ના સરપંચ તથા સદસ્યો હેમુભા બાપુભા,
નાગજી મહેશ્વરી, વાલજી જોગી સહિત અનેક ગ્રામજનો
અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. - ઉપસ્થિત મહાનુભાવોનું
સન્માન : મુન્દ્રા તા. પં. પ્રમુખ મહિપતાસિંહ જાડેજા, જિ. પં. સદસ્ય દેવશીભાઈ પાતાળીયા, તા. પં ઉપપ્રમુખ સોમાભાઈ રબારી, ચંદ્રસિંહ જાડેજા (સોલાર
કંપની બેરાજા), મુંદ્રા તા પં. દંડક દિનેશ દાફડા તથા તા. સદસ્ય
નારણ સાખરા, ફોરેસ્ટ વિભાગમાંથી હંસાબેન આલ, તા. વિ. અ. અનિલ ત્રિવેદી, પ્રાગપર પોલિસ સ્ટેશન પીઆઈ
સંદિપાસિંહ ચુડાસમા, જીઇબી કાર્યપાલક ઇજનેર જીગ્નેશ ચૌધરી તેમજ
પાણી પુરવઠા વિભાગમાંથી વસંત મહેશ્વરી, કચ્છ જીલ્લા પ્રભારી મુળજી
મ્યાત્રા, મુન્દ્રા પ્રભારી કંચનબેન, પૂર્વ
મુન્દ્રા તા. પં. પ્રમુખ રણજીતસિંહ જાડેજા તથા નટુભા ચૌહાણ, કચ્છ
જી. યુવા મોરચા પ્રમુખ રામ ગઢવી, મુન્દ્રા તા. યુવા ભાજપ નવીન
રબારી, લઘુમતી મોરચાનાં અસલમ તુર્ક, કારાઘોઘા
જૈન મહાજન પ્રમુખ રાજેશ વીરા, એપીએમસીમાંથી ચંદ્રકાન્ત ગોરડિયા,
તા. ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તલાટી બલરામ
ગઢવી, મહેશ ગોર, જુવાનસિંહ ભાટી,
તા. ભાજપ મહામંત્રી જીગ્નેશ હુંબલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ
અવસરે મોખા ગ્રામ સરપંચ તિલક ફફલ, રામાણીયા સરપંચ બળવંતસિંહ ગોહિલ,
સુરેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ સોઢા, વનરાજસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા, મહાવીરસિંહ ઝાલા, મનોજ ગઢવી, સુરાભાઈ
રબારી, શંકર આહીર, સિદ્ધરાજસિંહ જાડેજા,
રવાભાઈ આહીર, અરૂણ ચાવડા પાલુભાઈ ગઢવી,
ગફુર માંજોઠી, પીએસઆઈ જામનગર રહેમતુલા ખલીફા,
સાગર મોતા, કિશોર જોગી, બાબુભાઈ
વણકર, રાજદીપસિંહ જાડેજા (જીઈબી), અરવિંદ
રાજગોર, શિવજી બડગા, ધીરજ પાતળિયા,
જીઆરડી જવાન રાહુલ મહેશ્વરી, વિજયસિંહ રણજીતસિંહ
કારાઘોઘા, ખુશ્બુ શર્મા, જલ્પાબા સરવૈયા,
વનિતાબા હેમુભા, જયાબા જાડેજા, અમરતબેન મહેશ્વરી, કાન્તાબેન રોશિયા, પાયલબેન નકુમ સહિત અનેક મહાનુભાવ પધાર્યા હતા.