• શુક્રવાર, 03 મે, 2024

નવાં વર્ષે કચ્છને ઈલેક્ટ્રિક ટ્રેનની ભેટ

ગાંધીધામ, તા. 6 : ભારતીય રેલવે દ્વારા 100 ટકા ટ્રેકને વિદ્યુતીકરણના ધ્યેયને આગળ વધારીને કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કચ્છમાં પણ ઈલેકટ્રીફિકેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે થોડી ઘણી બાકી કામગીરી પણ પૂરી થઈ ગઈ હોવાથી નવાં વર્ષના આરંભે જ રેલવે દ્વારા ભુજ અને ગાંધીધામથી ઉપડતી તમામ પ્રવાસી ટ્રેનોને ઈલેકટ્રીક એન્જિન સાથે દોડાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રેલવેમાં  વિદ્યુતનો સંચાર થવાથી પ્રવાસીઓને ઝડપી ટ્રેન સેવાનો લાભ મળશે અને પ્રવાસના સમયમાં ઘટાડો થશે.  અમદાવાદ સુધી તો વિદ્યુતીકરણ હતું જ, લાંબા સમયથી કચ્છના રેલવે ટ્રેકને ઈલેકટ્રીફાઈડ કરવાની કામગીરી ચાલી રહી હતી જે પૂર્ણ થઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલી સત્તાવાર વિગતો મુજબ આગામી 9 જાન્યુઆરીથી ઈલેકટ્રીક એન્જિન સાથે દોડાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે, જેમાં બાન્દ્રા-ભુજ (12965-66)માં 9 જાન્યુઆરીના, બાન્દ્રા-ભુજ (12959-60)માં તા. 8 જાન્યુઆરીના ભુજથી અને 13 જાન્યુઆરીના બાન્દ્રાથી, ગાંધીધામ- પાલનપુર (19405-6)માં 9 તારીએ ગાંધીધામ અને પાલનપુરથી, ગાંધીધામ-હાવડા (12937-38) તા. 13ના ગાંધીધામથી અને તા. 15ના હાવડાથી, ગાંધીધામ-પુરી  (12993-94)માં ગાંધીધામથી તા. 12ના અને પુરીથી તા. 15ના, ગાંધીધામ-ઈન્દોર (20935-36)માં તા. 15 જાન્યુઆરીના ગાંધીધામથી અન તા. 14 જાન્યુઆરીના ઈન્દોરથી ગાંધીધામ બાન્દ્રા (22951-52)માં તા. 11ના ગાંધીધામથી અને તા. 12ના બાંદ્રાથી, ગાંધીધામ-પુરી ( 22973-74)માં ગાંધીધામથી તા. 10ના અને પુરીથી તા. 13ના ગાંધીધામ તીરૂનલવેલી (20923 -24)માં ગાંધીધામથી. તા. 15ના અને તીરૂનલવેલીથી તા. 18ના, ગાંધીધામ-કામખ્યા (15667-68)માં ગાંધીધામથી તા. 13ના અને કામ્ખ્યાથી તા.17ના, ભુજ દાદર, સયાજીનગરી એક્સપ્રેસ (20908)માં ભુજથી તા.10ના અને દાદરથી તા. 9ના, ભુજ-બાન્દ્રા એસી એક્સપ્રેસ (22903-4)માં તા. 10ના બાન્દ્રાથી અને તા. 11ના ભુજથી, કચ્છ એક્સપ્રેસ (22955-56)માં ભુજથી તા. 10થી અને બાન્દ્રાથી તા. 9થી, ગાંધીધામ-ભાગલપુર 09451-52) ગાંધીધામથી તા. 12થી અને ભાગલપુરથી તા. 15થી  જોડવામાં આવશે. જ્યારે હાલ રદ રહેલી ભુજ- પાલનપુર પણ જ્યારે ચાલુ થશે ત્યારે તેને પણ ઈલેકટ્રીક એન્જિન સાથે જોડવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા એચ.આર.પી.ટી. ઈલેકટ્રીક એન્જિન પૂરા પાડવામાં આવશે. સંભવત: વડોદરા ખાતેના ઈલેકટ્રીક શેડ ખાતેના એન્જિનો અહીં મૂકવામાં આવશે.  આમ અંતે તમામ ટ્રેનોમાં એન્ડ ટુ એન્ડ ઈલેકટ્રીક ટ્રેનો દોડાવવાનું આયોજન થયું છે. બરેલી અને ભુજ શાલીમાર સમયાંતરે કરાશે. હાલ 80 ટકા લોકો પાઈલટને ઈલેકટ્રીફિકેશનની તાલીમ આપાઈ છે. બાકીના સ્ટાફને તાલીમ આપવાની કામગીરી ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang