• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ભારતમાં 100 અબજ ડોલર રોકશે સ્વિત્ઝરલેન્ડ

નવી દિલ્હી, તા. 5 : યૂરોપમાં ભારતનું મોટું આર્થિક ભાગીદાદર સ્વિત્ઝરલેન્ડ આવનારાં 15 વર્ષ દરમ્યાન ભારતમાં 100 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરશે. સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન સાથે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ બે દેશ વચ્ચે ભારતીય સામાનોની સ્વિસ બજારમાં પહોંચ વધારવા સહિત પાંચ મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર થયા હતા. પાર્મેલિન આજે સવારે ત્રણ દિવસની યાત્રાએ ભારત પહોંચ્યા હતા. સ્વિસ રોકાણનું લક્ષ્ય ભારતમાં 10 લાખ નોકરી પેદા કરવાનું છે.ભારતીય વસ્તુઓની સ્વિસ બજારમાં પહોંચ વધારવા સાથે યુવાનોનાં આદાન-પ્રદાન, પરિવહન, મોબિલીટી તેમજ સંરક્ષણ અને પરમાણુ ઊર્જામાં પરસ્પર સહયોગ વધારવા સહિત સમજૂતી કરારો કરાયા હતા. ભારતના કૃષિ, ફાર્મા, કપડાં તેમજ એન્જિનીયરિંગ ક્ષેત્રોનાં ઉત્પાદનોની સ્વિત્ઝરલેન્ડમાં વિકાસને વેગ મળશે, તેવું કરારો વિશે વાત કરતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું. સાથોસાથ બંને દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના સહયોગથી આયોજિત ભારત-સ્વિત્ઝરલેન્ડ સંશોધન ફ્લેગશિપ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સત્રની પણ ઘોષણા કરી હતી. આરોગ્ય, સ્વચ્છ ઊર્જા અને અવકાશ જેવાં ક્ષેત્રમાં નવાં સંયુક્ત સંશોધનો માટે બંને દેશ યુવાન પ્રતિભાશાળી વ્યવસાયીઓનાં આદાન-પ્રદાદન કરશે. તેવી સમજૂતી થઈ હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ભારતે વિશ્વનું સૌથી મોટું એઆઈ શિખર સંમેલન યોજ્યું હતું. આગામી વર્ષે સ્વિત્ઝરલેન્ડ જિનીવા એઆઈ શિખર સંમેલન દ્વારા આ યાત્રાને આગળ વધારશે. આપણે સૌ સાથે મળીને એઆઈને જવાબદારી, સમાવેશ અને માનવ કેન્દ્રિત બનાવવાની દિશામાં આગળ વધશું તેવો વિશ્વાસ મોદીએ વ્યક્ત કર્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd