• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ટેરિફ મુદ્દે કેજરીવાલના પ્રહાર : મોદી ટ્રમ્પની બધી વાત માને છે

નવી દિલ્હી, તા. 8 : અમેરિકી સંસદમાં ભારત પર 100 ટકા ટેરિફનો પ્રસ્તાવ પસાર થતાં `આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું હતું કે, દેશને અમેરિકા પાસે ગિરવે, ટ્રમ્પની ગુલામી કરી, ભારતનું અપમાન કરાવ્યા બાદ વડાપ્રધાન મોદી હવે દેશ માટે આ (ટેરિફ) લાવ્યા છે. આજે ભારત દેશના દરેક નાના-મોટા નિર્ણયમાં ટ્રમ્પનો હસ્તક્ષેપ હોય છે. મોદી અમેરિકી રાષ્ટ્રપતિની દરેક વાત માને છે. ભલે એ વાત સાચી હોય કે ખોટી. મોદીજી ટ્રમ્પની વાત માને છે. ટ્રમ્પ દરેક ક્ષેત્રમાં ભારત વિરોધી નિર્ણય લે છે, પરંતુ પીએમ કંઈ જ બોલતા નથી, તેવા પ્રહારો કેજરીવાલે પોસ્ટ કરીને કર્યા હતા.

Panchang

dd