• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

હની ટ્રેપમાં વાયુસેનાના વિંગ કમાન્ડર : પાકને આપી બાતમી

નવી દિલ્હી, તા. 8 : ભારતીય વાયુસેનાના એક વિંગ કમાંડરને કથિત રીતે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોએ હની ટ્રેપમાં ફસાવ્યા હતા. આ પછી તેના પર સંરક્ષણથી જોડાયેલી સંવેદનશીલ જાણકારી લીક કરવાનો આરોપ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અધિકારી પર સતત નજર રાખવામાં આવી રહી હતી અને હવે તેને કાયદો લાગુ કરતી એજન્સીઓને સોંપી દેવામાં આવ્યા છે. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે વાયુસેના આ પ્રકારની કોઈપણ ગતિવિધિ ચલાવી લેશે નહીં. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે વાયુસેનાના વિંગ કમાંડરની સંરક્ષણથી જોડાયેલી સંવેદનશીલ વિગતો લીક કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અધિકારી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Panchang

dd