• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ગાંધીધામની કંપનીમાં 10.47 લાખના કેબલની ચોરી

ગાંધીધામ, તા. 5 : અહીં  સેક્ટર-12 જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એટલાસ કેબલ્સ એન્ડ એક્સેસરીઝ પ્રા. લિ. કંપનીનાં કારખાના આગળના ખુલ્લા પ્લોટમાંથી રૂા. 10,47,800 કિંમતના મોંઘા કેબલની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સેક્ટર-4માં રહેતા અને કંપનીના માલિક સંદીપ પારસમલ નાહટાએ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 5 ઓક્ટોબરના સવારે કંપનીના ફેક્ટરી મેનેજર તૂફાનાસિંગે માલિકને જાણ કરી હતી કે, કારખાનાના આગળના પ્લોટમાં રાખેલા કેબલ ઓછા જણાય છે ત્યારબાદ સ્થળ પર ચકાસણી કરતાં માલૂમ પડયું હતું કે, 4 ઓક્ટોબરની રાત્રિના 12 વાગ્યાથી 5 ઓક્ટોબરની સવારના 10 વાગ્યા દરમિયાન કોઈ અજ્ઞાત તસ્કરોએ પ્લોટમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી થયેલા માલસામાનમાં રૂા. 10,40,000ની કિંમતનો 325 મીટર `સિંગલ કોર-240 સ્ક્વેર એમ.એમ. ફ્લેક્સિબલ કેબલ' અને રૂા. 7,800ની કિંમતનો ચાર મીટર `ફોર કોર-35 સ્ક્વેર એમ.એમ. ફ્લેક્સિબલ કેબલ' મળીને કુલ 329 મીટર કેબલનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd