• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ભુજની સમાજ કલ્યાણ કચેરીમાં બે કર્મચારી લાંચના છટકામાં સપડાયા

ભુજ, તા. 3 : અહીંની સમાજ કલ્યાણ કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા આસિફ મુસ્તફા કુરેશી અને કાનજી અરવિંદ ભટ્ટી ચાર હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા છે. થોડા જ દિવસ પૂર્વે ભુજની ખાણ-ખનિજ કચેરીના આઈટી એક્ઝિક્યુટિવ અને મળતિયો એસીબીએ ગોઠવેલી લાંચની જાળમાં ફસાયા હોવાનો બનાવ તાજો જ છે, ત્યાં આજે ફરી સમાજ કલ્યાણ કચેરીના બે કર્મચારીને બહુમાળી ભવનમાં લાંચ સ્વીકારતા ઝડપી લેવાયા છે. આ લાંચના છટકા અંગે ભુજની લાંચ-રુશ્વત વિરોધી શાખાએ જાહેર કરેલી વિગતો મુજબ ફરિયાદી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાન માટે મળતી સહાયના અલગ-અલગ હપ્તા જમા કરાવી આપવા પેટે ભુજની સમાજ કલ્યાણ કચેરી (વિકસિત જાતિ) કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓના સ્કોલરશિપ) કરાર આધારિત કર્મચારીઓ આસિફ મુસ્તફા કુરેશી તથા કાનજી અરવિંદભાઈ ભટ્ટીએ રૂા. 4000ની ગેરકાયદેસર માગણી કરી હતી. ફરિયાદી આ લાંચનાં નાણાં આપવા માગતા ન હોઈ ભુજ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આથી એસીબીના પી.આઈ. જે. જે. ચૌધરીએ છટકું ગોઠવ્યું હતું. બહુમાળી ભવનમાં બન્ને આરોપીઓ આસિફ અને કાનજી ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ સફળ લાંચનાં છટકાંમાં એસીબી પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. બન્ને વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd