ભુજ/ગાંધીધામ, તા. 20 : ભાવનગરના
લઠ્ઠાકાંડનાં પગલે રાજ્ય પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યભરમાં દારૂબંધીના કડક
અમલીકરણ અંગે પોલીસે અધિકારીઓને સૂચના આપતાં કચ્છ પોલીસે ધોંસ બોલાવી હતી, જેમાં પ્રાગપર પોલીસ રતાડિયાની સીમમાં ટ્રકમાં
ભરેલા શરાબનો જથ્થો કિં. રૂા. 16,41,978 સાથે બે ચાલકને અને
બિદડાની વાડીમાંથી રૂા. 1,33,040ના
શરાબ સાથે એક શખ્સ તેમજ પૂર્વ કચ્છમાં બે દારૂની કાર્યવાહીમાં રૂા. 48,414 સાથે એક ઝડપાયો હતો, જ્યારે ત્રણ હાથ આવ્યા ન હતા.