• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

નિરોણા સીમમાંથી પવનચક્કીનો કેબલ તફડાવી જવાયો

ગાંધીધામ, તા. 8 : નખત્રાણા તાલુકાના નિરોણા સીમ વિસ્તારમાંથી તસ્કરો પવનચક્કીના કેબલની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 18/7થી 4/8ના અરસામાં કોઈ પણ સમયે બન્યો હતો. આરોપીએ નિરોણા ગામની સીમમાં  સુઝલોન કંપનીની પવનચક્કીને નિશાન બનાવી હતી. વિજપોલ નંબર ટાવર નંબર 35 અને 36 સુધીમાં 300 મીટર કેબલ તફડાવી ગયા હતા. ચોરાઉ કેબલની કિંમત રૂ. 90 હજાર આંકવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

Panchang

dd