• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ગાંધીધામમાં રેંકડીમાં મગફળીની આડમાં વેચાતો ગાંજો ઝડપાયો

ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પોલીસ ટીમે ગાંધીધામની મુખ્ય બજારમાં  રેંકડી ઉપર મગફળીની આડમાં  વેચાતો માદક પદાર્થનો જથ્થો  ઝડપી પાડયો હતો. આ  કાર્યવાહીમાં 11 હજારના ગાંજા સાથે ત્રણ મહિલાની ધરપકડ થઈ હતી. પોલીસે મુખ્ય બજારમાં ટ્રાફિક પોલીસ ચોકી પાછળના ભાગે  રેંકડીઓ ઉપર મગફળીના ઢગલા તળે છુપાવીને ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે અહીં દરોડો પાડયો હતો. દરમ્યાન આરોપી કાજલબેન ગોપાલભાઈ દેવીપૂજક, પાયલબેન ભીમાભાઈ દેવીપૂજક, શારદાબેન પરેશભાઈ દેવીપૂજકના કબજાની રેંકડીમાં છાનબીન હાથ ધરાઈ હતી, જેમાં મગફળીના ઢગલામાંથી ગાંજો ભરેલી નાની - નાની 88 કોથળી (પાઉચ) મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે  20 ગ્રામ ગાંજો કિં. રૂા. 11 હજાર તથા ત્રણ મોબાઈલ ફોન કિં. રૂા. 11 હજાર, રોકડા રૂા. 7800 સાથે કુલ રૂા. 30,800ના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે વિધિવત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd