• સોમવાર, 18 મે, 2026

અબડાસાના સાગરકાંઠેથી શંકાસ્પદ નવાં પેકિંગનું પેકેટ મળ્યું

નલિયા, તા 17 : અબડાસાના સાગરકાંઠે આવેલા લુણા ટાપુ પરથી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની પેટ્રાલિંગ પાર્ટીને રવિવારે બિનવારસુ હાલતમાં એક શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટનું પાકિંગ અગાઉ મળી આવેલા પેકેટ્સ કરતાં અલગ હોવાથી તેમાં કયા પ્રકારનો માદક પદાર્થ છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. હાલ આ પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક તપાસ બાદ જ તેની અંદરના પદાર્થનો પ્રકાર જાણી શકાશે. પ્રાથમિક વિગતો અનુસાર, બીએસએફની પેટ્રાલિંગ પાર્ટી જખૌ નજીક આવેલા લુણા ટાપુ પર નિયમિત પેટ્રાલિંગ કરી રહી હતી. તે દરમિયાન ટાપુના કિનારે રેતીમાંથી તેમને એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટનાં પાકિંગની રીતભાત સામાન્ય રીતે જોવા મળતાં પાકિંગ કરતાં અલગ હતું, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઊઠી છે. ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા બાદ જ તેની અંદર રહેલા પદાર્થની ઓળખ થઈ શકશે. 

Panchang

dd