• સોમવાર, 18 મે, 2026

ભુજ શહેરની જનતાને એકાંતરે પાણી નહીં મળે તો કોંગ્રેસ દ્વારા આંદોલન

ભુજ, તા. 17 : શહેરની જનતાને એકાંતરે પાણી નહીં મળે તો કોંગ્રેસ પક્ષ દ્વારા મજબૂત આંદોલન ચલાવશે, તેવી રજૂઆત જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. ચૂંટણી પૂરી થઈ ત્યારથી લગભગ ભુજ શહેરના તમામ વિસ્તારમાં પાણીની ભયંકર અછત સર્જાઈ છે, મતદાન નહોતું થયું ત્યાં સુધી તમામ વિસ્તારમાં  એકાંતરે ક્યાંક દિવસમાં બે-બેવાર પાણી આવતું હતું, પરંતુ મતદાન પૂર્ણ થયા પાણી વિતરણ એકદમ અનિયમિત અને અમુક અમુક વિસ્તારમાં તો 10થી 11 દિવસથી પાણી મળી રહ્યું નથી. આ પરિસ્થિતિમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં એમના દ્વારા કોઈ નિકાલ ન કરાતાં જિલ્લા સંકલનમાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે શહેર કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના નગરસેવકો, આગેવાનો પહોંચ્યા હતા અને સંકલનમાં પ્રજાનો પાણી પ્રશ્ન તંત્રને સાંભળવો જ પડશે તેવી માંગ સાથે કલેક્ટર ઓફિસમાંથી ન જવાનો નિર્ણય કર્યો હતો. ભુજમાં પાણી વિતરણ માટે નર્મદાનો જે જથ્થો આવે છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી છતાં પણ વિતરણ વ્યવસ્થા એકદમ અનિયમિત થઈ ગઈ છે તેવો સવાલ ઉઠાવ્યો હતો. ઉપરાંત જૂના ભુજ શહેર તથા સોસાયટી વિસ્તાર તમામ વિસ્તારોમાં પાણીની ફરિયાદ ઊઠવા પામી છે. આ રજૂઆતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ અને નગરસેવક કિશોરદાન ગઢવીની સાથે રામદેવસિંહ જાડેજા, અમીરઅલી લોઢિયા, ગનીભાઈ કુંભાર,  ફકીરમામદ કુંભાર, પૂજન ગોર, અંજલિ ગોર, અનિલ ભાટી વગેરે જોડાયા હતા. 

Panchang

dd