• સોમવાર, 18 મે, 2026

અંજારમાં વર્કશોપ બહારથી 33 હજારના વાયરની તફડંચી

ગાંધીધામ, તા. 17 : અંજારના જીઆઇડીસીમાં એક વર્કશોપ બહારથી કોઇ શખ્સોએ રૂા. 33,600ના કોપરવાયર (ભંગાર)ની તફડંચી કરી હતી. અંજારના ગુ.હા. બોર્ડમાં રહેતા કરવા નરેન્દ્ર આહીર જીઆઇડીસી વિસ્તારમાં મુરલીધર મોટર્સ નામનો વર્કશોપ ચલાવે છે જેમાં આવતી ગાડીઓની બોડીનું રિપેરીંગ કરવામાં આવે છે. રિપેરિંગ કરતી વખતે નીકળેલ કોપર વાયર (ભંગાર) ચાર કોથળામાં ભરી વર્કશોપ બહાર વેચવા માટે રાખવામાં આવ્યો હતો. તા. 14-5ના આ વાયર રાખ્યા બાદ 15-5ના તે હતો પરંતુ 16-5ના આ ચાર કોથળા જણાયા નહોતા. ફરિયાદી તથા સ્ટાફે તપાસ કરવા છતાં કયાંય મળ્યા નહોતા. રૂા. 33,600ના વાયર ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ   ધરી છે. 

Panchang

dd