હૃષિકેશ
વ્યાસ તરફથી : અમદાવાદ, તા.
17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસ
દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન
' કલ્પસર યોજના 'ને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ દરમ્યાન કલ્પસર યોજના
માટે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટેકનિકલ સહકાર માટેના ખજ્ઞઞ-સમજૂતિ કરાર પણ કરવામાં
આવ્યાં છે. જેના કારણે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને નેધરલેન્ડની
જળ વ્યવસ્થાપન ક્ષેત્રના બહોળા ટેકનીકલ અનુભવનો સીધો લાભ કલ્પસર યોજનાને મળશે. અંદાજે
રુ. 1.57 લાખ કરોડના ખર્ચે આકાર પામનારી આ યોજના
મુજબ, આ જળાશયનો કુલ વ્યાપ 1800 ચો.કિ.મી. અને જે થકી કુલ 13,000 મિલિયન ઘનમીટર (10.53 મિલિયન એકર ફૂટ) મીઠા પાણીનો જથ્થો ધરાવતા જળાશયનું નિર્માણ થશે. સમગ્ર યોજના
આગામી 10થી 12 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. કલ્પસર યોજનાના
બંધની લંબાઈ કુલ 60.13 કિ.મી.
છે. ડેમના મથાળા ઉપર 16 માર્ગીય
રસ્તા અને 4 ટ્રેક રેલ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય
ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આગામી 2 વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના
છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન
છે. વડાપ્રધાન સાથે થયેલા સમજૂતિ કરાર મુજબ નેધરલેન્ડ્સના તજજ્ઞો દ્વારા આ યોજનાના
ડીપીઆર-વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ ઝીણવટભરી સમીક્ષા કરાશે અને તેમના સૂચનો દ્વારા ઉઙછને
વૈશ્વિક સ્તરે સર્વસ્વીકૃત તેમજ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણોને અનુરૂપ બનાવવામાં આવશે. નેધરલેન્ડ્સ તેના વિશ્વ પ્રખ્યાત `અરતહીશામિંશષસ' ડેમ પ્રોજેક્ટના 90થી વધુ વર્ષોના મેનેજમેન્ટના અનુભવ અને
નિપુણતાનો લાભ ભારતને આપશે. આ સહકાર 29મી, માર્ચ-2022ના રોજ બંને દેશો વચ્ચે થયેલી ભારત-ડચ જળ
વ્યૂહાત્મક ભાગીદારી-આધારિત છે. નેધરલેન્ડસ પાસે દરિયામાં બંધ બાંધવાની ઉચ્ચ ટેકનિકના
તજજ્ઞતા છે. દરિયામાં બાંધકામ માટે ક્લોઝર મેથોડોલોજી જરૂરી છે. - આ યોજનાથી ગુજરાતને શું લાભ થશે ?: -સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓને આશરે 10 લાખ હેક્ટર સિંચાઈનો લાભ મળશે -દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરીનું અંતર 240 કિમી (જ્યારે અખાતની પેરીફરીમાં)થી ઘટીને
60 કિમી થશે. -અખાતની ફરતે આશરે 1,76,867 હેકટર જમીન નવસાધ્ય (85,249 હેક્ટર સરકારી જમીન + 91,618 ખાનગી જમીન) થશે. -આ યોજનાથી અંદાજીત 1500 મેગાવોટ પવનઉર્જા અને 1000 મેગાવોટ સૌર ઉર્જા જેવા બીનપરંપરાગત ઉર્જાના
સ્ત્રોતોનો વિકાસ થશે. -જમીનની
ખારાશમાં ઘટાડો થશે, પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ વિકાસ થશે. - યોજનાનો ડીપીઆર કેવી રીતે તૈયાર કરાવાયો ? : -કલ્પસર યોજના ભારતમાં પ્રથમ અને વિશ્વમાં અત્યંત જૂજ એવી તકનીકી રીતે
ખૂબ જ જટિલ અને પડકારજનક યોજના છે -ખંભાતનો અખાત વિશ્વમાં કેનેડાની
'બે ઓફ ફંડી' પછી બીજા નંબરની સૌથી વધુ ભરતી અને પાણીના મોજાની ઝડપ ધરાવે છે -આવી વિષમ પરિસ્થિતિમાં વિશ્વમાં હજી સુધી કોઈ બંધ બંધાયો નથી