નવી દિલ્હી, તા. 17 : તિરુવનંતપુરમથી હઝરત નિઝામુદ્દીન
જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં રવિવારે સવારે એક એસી કોચમાં આગ લાગતાં અફરાતફરી મચી
હતી. આ બનાવ મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં બન્યો હતો અને આગ એસી કોચ બી-1માં લાગી હતી. ઘટનાથી કોચમાં સવાર યાત્રીઓમાં
ડર ફેલાયો હતો. જો કે, રેલવેની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ
યાત્રીઓને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતા. આ ઘટનાથી દોઢ ડઝન ટ્રેન પ્રભાવિત થઈ હતી
અને હજારો યાત્રી પરેશાન થયા હતા. જાણકારી
અનુસાર સવારે 5.15થી 5.30 વાગ્યા વચ્ચે આગ બી-1 કોચના એસએલઆર સાઈડે લાગી હતી.