• મંગળવાર, 28 એપ્રિલ, 2026

તેરા તુજકો અર્પણ : આદિપુર પોલીસે 28 ફોન શોધી આપ્યા

ગાંધીધામ, તા. 27 : તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતાં પ્રશંસનીય કાર્યમાં આદિપુર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા 28 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા. રિકવર કરાયેલા આ મુદ્દામાલની કિંમત રૂા. 7,36,547 જેટલી થાય છે. આદિપુર પોલીસ મથક હેઠળ આવતા જુદા - જુદા વિસ્તારોમાંથી કુલ 28 મોબાઈલ ગુમ થયા હતા, જે અંગે પોલીસે ટેક્નોલોજીની મદદ મેળવી હતી. પોલીસે સીડીઆર અને ભારત સરકારના સીઈઆઈઆર પોર્ટલનાં માધ્યમથી 26 તથા સીસીટીવી ફૂટેજનાં માધ્યમથી બે એમ કુલ 28 મોબાઈલ શોધી કાઢયા હતા. પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી તમામ મોબાઈલ તેમના મૂળ માલિક, અરજદારોને અર્પણ કર્યા હતા.  કિંમતી સામાન પરત મળતાં લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો હતો. આ કાર્યવાહીમાં પીઆઈ એમ.સી. વાળા સાથે સ્ટાફ જોડાયો હતો.

Panchang

dd