• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ગઢશીશામાં કાર સળગી : મોટી દુર્ઘટના ટળી

ગઢશીશા (તા. માંડવી), તા. 27 : ગામના ઘાસવાળા કોઠા વિસ્તારમાં આજે બપોરે બે વાગ્યાના અરસામાં અચાનક એક કારમાં કોઇ કારણોસર આગ લાગતાં લોકોમાં અરાજકતા ફેલાઇ હતી. ચાલક તથા ગાડીમાં બેઠેલા મુસાફરોની સમય સૂચકતાથી જાનહાનિ ટળી હતી. કારમાં લાગેલી આ આગ બુઝાવવા જાગૃત લોકો હાથવગાં સાધનોથી કામે લાગ્યા હતા. આ બનાવ વચ્ચે માંડવી અગ્નિશમન વિભાગને જાણ કરાતાં માત્ર ગણતરીની મિનિટોમાં અગ્નિશમન દળ પણ ગઢશીશા પહોંચી આવ્યું હતું, તો વિસ્તારના લોકોએ પણ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવાયો હતો, એ દરમ્યાન બાજુના વાડાના ઝાડી-જાંખરા પણ આગની લપેટમાં આવ્યા હતા, તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આ આગ સમયે પીજીવીસીએલના કમલેશ કટારમલે વીજ પુરવઠો બંધ કરાવી સુરક્ષાનાં પગલાં લીધાં હતાં. સરપંચ પ્રતિનિધિ સંજયગિરિ ગોસ્વામી, વિરમ રબારી, સાહિલ જોશી, રાજા રબારી, લતીફ સાટી, રામસંગજી જાડેજા, કનુભા હરિસંગજી જાડેજા, હિરેનગિરિ ગોસ્વામી વિગેરે યુવાનો જોડાયા હતા.

Panchang

dd