ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 27 : થોડા સમય પહેલા ગુજરાતની એગ્રો બેઝ આ કંપનીના શેરમાં ચાર હજાર ગણા થઇ, કરોડોની હેરાફેરી થતા સેબીએ આ શંકાશ્પદ કંપનીઓની તપાસ કરી મુંબઈ, ગુડગાંવઅને અમદાવાદમાં દરોડા પાડી અબજો રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું, જેમાંથીમળેલા ડીઝીટલ ડેટા ચકાસતા કચ્છના શેરબઝારના ખેલીઓના નામ ખુલ્યા છે. સેબીના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યુકે, થોડા સમયપહેલા મુંબઈ, ગુડગાંવ અને મંદાવાદની 18થી વધુ એગ્રો બેઝ કંપનીના ભાવમાં 4 હજાર ગણો વધારો થઇ ગયો હતો. ખાસ મોટું ટર્ન ઓવર નહિ ધરાવની આ કંપનીઓ નીસેબીએ તપાસ કરી તો આ 18 કંપની શેલ કંપની (ખોખા કંપની) હતી. આ કંપનીના ભાવના ભાવ સોશિયલ મીડિયાની ટેલિગ્રામ ચેનલ પર ટિપ્સ આપીને વધારવામાં આવતોહતો. એક રૂપિયાનો શેર ચાર હજાર ગણો વધીને 40 રૂપિયા થઇ ગયો હતો. સેબીએ તાત્કાલિક એની લે વેચ બંધ કરાવી કંપનીઓની તપાસ કરતા 18થી વધુ શેલ કંપની મળી આવી હતી. આ કંપનીઓએ તગડું કમિશન આપી ટેલિગ્રામ ચેનલ મારફતે ટિપ્સ આપીભાવ વધારાયો હતો. એક રૂપિયા જેવી નજીવી રકમ હોવાથી સોશિયલ મીડિયાની આ ચેનલપર આવતા ભાવ જોઈ એક લાખ રૂપિયા રોકનારના પૈસા સીધા 40 લાખ થઇ જતા હતા. જેના કારણે નાના રોકાણકારો એમાં રોકાણ કરવા મંડાયા હતા. સેબીએ થોડા સમયપહેલા 300 કરોડના કૌભાંડના મુખ્ય બે આરોપીની ધરપકડ કરી હતી. આ લોકો મોટાપાયે શેર ખરીદતા હતા, જેથી શેરના ભાવ વધતા હતા, નાના રોકાણકારો પૈસારોકતા હતા 40 રૂપિયા પર ભાવ લઇ જઈ ખોખા કંપનીના પ્રમોટરોએ શેર વેચી નાખતા 40માંથી બે રૂપિયા થઇ ગયા હતા. એમની પાસેથી મળેલા ફિઝિકલ ડેટા ડીઝીટલડેટામાં મળેલી વિગતો મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખોખા કંપનીના ભાવ વધારવામાં મદદ કરનાર શેર બઝારના ખેલાડીઓને ત્યાં દરોડા પડ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ લોકો ડબ્બા ટ્રાડિંગ પણ કરતા હતા, જેમના ત્યાંદરોડા પડ્યા બાદ વધુ કેટલાક લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. દરમ્યાન મળતી માહિતી મુજબ કચ્છનાં ભુજના બે અને એક માધાપરના યુવાન સુધી રેલો પહોંચ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. થોડા સમય પહેલા ભુજની જથ્થાબંધ બજારના એક વેપારીના સંતાને શેરમાં કૃત્રિમ રીતે ભાવ વધારો-ઘટાડો કરી કરોડો રૂપિયાની ઓનલાઇન હેરા ફેરી થતાં સેબીને શંકા જતા સીબીની ટીમે વોચ ગોઠવી આ ખેલી સુધી સેબીની ટુકડી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.