ભુજ, તા. 1 : તાલુકાના ખાવડા નજીક આવેલા
આર.ઈ. પાર્કમાં લગાવયેલી સોલાર પ્લેટોમાંથી રૂા. 1,00,000ના કેબલ તથા 2.5 કિ.મી. લાંબો કોપર વાયર કિં. રૂા. 1,20,000 મળી કુલ રૂા. 2,20,000ની ચોરી કરનારા ત્રણ આરોપીને
પોલીસે પકડી પાડયા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ,
આરોપીઓ વિકાસકુમાર જગદીશકુમાર કસ્વા, રણવીરકુમાર
મુલારામ જાખડ અને જિતેન્દ્રકુમાર દાનારામ રનવાને ચોરી કરેલા રૂા. 2.20 લાખના વાયરના જથ્થા તથા આરજે
18 જીબી 3191વાળી બોલેરો પિકઅપ જીપકાર સાથે
પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોધીં આગળની કાર્યવાહી હાથ ધરી છે.