• રવિવાર, 18 મે, 2025

ભચાઉમાં બે પોલીસ કર્મચારીની હત્યામાં ભાગેડુ કાયદાના સકંજામાં

ગાંધીધામ, તા. 17 : ભચાઉના લોધેશ્વરથી ખારોઇ જતા માર્ગ ઉપર કુંજીસર નજીક દારૂ ભરેલી ગાડી પોલીસ ઉપર ચડાવીને બે પોલીસ જવાનની હત્યામાં 22 વર્ષથી ભાગેડુ આરોપીને સ્થાનિક ગુના શોધક શાખાએ રાજસ્થાનથી ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સુત્રે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તા.15/12/2003ના પોલીસને બે ગાડીમાં શરાબ ભરાઈને આવતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે કુંજીસર નજીક પોલીસે વોચ રાખીને ગાડીઓને રોકવાનો  પ્રયાસ કર્યો હતો. આ  દરમ્યાન આરોપીઓએ પોલીસ ઉપર ગાડી ચડાવીને બે પોલીસ કર્મચારીની હત્યા કરી હતી.  જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતી હતી. તત્કાલીન સમયે ભચાઉ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખારા રાઠોડ ગામના આરોપી કમળારામ મીરારામ ભીલ ફરાર થઈ ગયો હતો.  22 વર્ષથી ભાગેડુ આરોપીને સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમીના આધારે રાજસ્થાનથી ઝડપી પાડયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd