ભુજ, તા. 17 : બાતમીના આધારે મુરૂ પાસેથી
ચોરી કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ ડીઝલ 430 લિટર સાથે એક શખ્સને નખત્રાણા પોલીસે ઝડપી પાડયો હતો. દરોડા
દરમ્યાન અન્ય બે આરોપી નાસી છૂટયા હતા. નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી
મળી હતી કે, મુરૂ ગામે લક્કી ચાડી પાસે
અમુક ઇસમોએ ચોરી કે છળકપટથી મેળવેલો ડીઝલનો
જથ્થો રાખ્યો છે. આથી દરોડા પાડતાં ત્યાંથી કેરબામાં ભરેલ ડીઝલ લિટર 430 કિં. રૂા. 98,700 સાથે અબ્દુલ્લા હારૂન રાયમા
(રહે. કોટડા મઢ, તા.લખપત)ને ઝડપી ડીઝલના
આધાર-પુરાવા માગતાં તે આપી શક્યો ન હતો. આ ડીઝલ ઉપરાંત એક સ્વિફ્ટ કાર અને બે બાઇક
તથા એક મોબાઇલ એમ કુલે રૂા. 1,83,700નો મુદ્દામાલ પોલીસે
જપ્ત કર્યો છે. આ દરોડા દરમ્યાન અલીખાન જત તથા કાદરખાન જત (રહે. બંને લુડબાય તા. નખત્રાણા)
નાસી છૂટયા હતા.