ગાંધીધામ, તા. 17 : કંડલા દરિયાઈ વિસ્તારમાં ટોકન
લીધા વિના માછીમારી કરવા જનારા વિરુદ્ધ પોલીસે ફોજદારી નોંધી હતી. કંડલા મરીન પોલીસ
ટીમે પેટ્રોલિંગ દરમ્યાન કંડલા દરિયાઈ વિસ્તારમાં
મીઠાના પોર્ટ લેન્ડિંગ પોઈન્ટ પાસે જતી બોટને અટકાવીને પૂછપરછ હાથ ધરી હતી. બોટમાં
બેઠેલા તહોમતદાર જરૂરી આધાર- પુરાવા આપી શક્યો
ન હતો. બોટનું ટોકન લીધા વિના દરિયામાં માછીમારી માટે નીકળેલા આરોપી હુસેન અભા પરાર
વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિયમનના ભંગ તળે ગુનો નોંધાયો હતો.