• રવિવાર, 18 મે, 2025

ગાઝામાં ઈઝરાયલના હુમલા : બે દિવસમાં 300 મોત !

ગાઝા, તા. 17 : હમાસને નેસ્તનાબૂદ કરવાના સંકલ્પ સાથે ઈઝરાયલની સેના સતત આક્રમક બની રહી છે. ગાઝામાં ઈઝરાયલી સંરક્ષણ દળોના હુમલામાં 48 કલાકમાં 300થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આજે શનિવારે પણ ખતરનાક હુમલા કરાયા હતા. છેલ્લા બે દિવસમાં 450થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. આજે 150 જેટલા લોકોનાં મોત થયાં છે. દરમ્યાન હમાસ તરફથી યુદ્ધવિરામ પર વાતચીત કરવા માટે તૈયારી બતાવાઈ હતી. કતરમાં શનિવારે વાતચીત શરૂ થઈ હતી, પરંતુ હમાસે યુદ્ધ બંધ કર્યા વગર ચર્ચા કરવાનો ઈન્કાર કરી દીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd