• રવિવાર, 18 મે, 2025

ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગે અકસ્માતમાં આધેડનું મૃત્યુ

ગાંધીધામ, તા. 17 : અહીંથી ભચાઉ તરફના ધોરીમાર્ગ ઉપર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરનારામ રામારામનું મૃત્યુ હતું. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ માર્ગ ઉપર વેસ્ટર્ન કંપની સામે ગત તા. 16/5ના સવારે 9 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મૃતક કરનારામ મોટરસાઈકલ નં. જીજે-12-ઈજે-7083 લઈને ચોપડવાથી ભચાઉ ખરીદી માટે જતા હતા, તે દરમ્યાન પૂરઝડપે આવતાં ટેઈલર નં. જીજે-39-ટી-9844ના ચાલકે ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ આધેડને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના પુત્ર પ્રકાશ કરનારામે  અકસ્માત કરનાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd