ગાંધીધામ, તા. 7 : અંજાની સીમમાં સરકારી જમીન
ઉપર વાણિજ્ય દબાણો થઈ જતાં મામલતદાર સહિતના વહીવટી તંત્રએ પોલીસ સાથે અતિક્રમણ દૂર
કરીને 200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી
હતી. અંજાર મામલતદાર કચેરીમાંથી મળતી વિગતો મુજબ શહેર નજીકની સીમમાં 200 ચોરસ મીટર સરકારી જમીન ઉપર
દબાણ કરીને એક ચાની હોટેલ, લોજ અને સર્વિસ
સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરમાંથી આવેલી સૂચનાને પગલે પ્રાંત અધિકારી
અને મામલતદારનાં માર્ગદર્શન તળે સર્કલ ઓફિસર અને તલાટી મંત્રી એ પોલીસ બંદોબસ્ત સાથે
સરકારી જમીન ઉપર થયેલા ત્રણ વાણિજ્ય દબાણ દૂર
કર્યા હતા આ કાર્યવાહી દરમ્યાન રૂ.14,40,000 કિંમતની 200 ચોરસ મીટર જમીન ખાલી કરાવાઇ
હતી. પૂર્વ કચ્છમાં અલગ અલગ તાલુકાઓમાં સરકારી જમીન ઉપર થયેલાં દબાણો દૂર કરવામાં આવી
રહ્યા છે અગાઉ પોલીસે અસામાજિક તત્ત્વોએ કરેલા દબાણો હટાવીને સરકારી જમીન ખુલ્લી કરાવી
હતી અને હવે વહીવટી તંત્ર દ્વારા ટાવર્સ પૈકીની
અને ગૌચરની જમીન ઉપર થયેલાં દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાવી રહ્યું છે. અંજારમાં
પણ ત્રણ દબાણ હટાવીને જમીન ખુલ્લી કરાવી છે.