કોટડા (ચકાર), તા. 8 : ચકારના
પાદરે આવેલા 60 વર્ષ
જૂના પુલનું કામ સત્વરે પૂર્ણ કરવા બાબતે યુદ્ધના ધોરણે માંગ કરાઈ હતી. જો આ પુલનું
કાર્ય ચોમાસાં અગાઉ નહીં થાય તો ભુજથી અંજાર, મુંદરા તરફના
ગામના લોકોને અવરજવર માટે અન્ય કોઇ વિકલ્પ ન હોતાં ભારે હાલાકી ભોગવવી પડવાની સંભાવના
દર્શાવાઇ હતી. પંથકના માજી તા. પં. સભ્ય રમેશભાઈ ગઢવીએ જિ.પં.પ્રમુખ જનકસિંહ જાડેજા
તથા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને આ અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સિનુગ્રાથી ચકાર ડામર રોડનું કામ સંતોષકારક છે, પરંતુ
ચકારના પુલનું કામ ગતિ પકડે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.