કોડાય (તા. માંડવી), તા. 8 : માંડવી તાલુકાનાં શેરડી ગામે રૂા. 13 કરોડના
ડેમ સુધારણાનાં કામોનાં ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય
અનિરુદ્ધભાઇ દવેએ જળ સંચયના વિવિધ કામો ચેકડેમ, બોર રિચાર્જ
વગેરે દ્વારા માંડવી, મુંદરા વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવ્યાં
છે, જેથી સરકાર અને લોકોના સહયોગથી સાર્થક કાર્ય પાર પડયું છે
તેવું તેમણે કહ્યું હતું. વરસાદનું પાણીને વધુથી વધુ સંગ્રહ કરી શકાય તે માટે ગત વર્ષ
મોટા પાયે કાર્યો હાથ ધરાયાં હતાં તે મુજબ જ આ વર્ષે પણ વધુ જળ સંગ્રહનાં કાર્યો કરાશે.
દરિયાકાંઠાના વિસ્તારમાં ખેતી, પશુપાલનને વેગ મળે તે માટેનો સિંચાઇ
ક્ષેત્રે અમુલ્ય પરિવર્તન આણવા સરકાર અને પદાધિકારીઓ ચિંતીત હોવાનું શ્રી દવેએ જણાવ્યું
હતું. તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઇ ગઢવીએ ધારાસભ્યના નેતૃત્વમાં વિકાસ વેગવાન બન્યું
છે, ત્યારે લોકપ્રશ્નો, સમસ્યાઓનું તબક્કાવાર,
આયોજનબદ્ધ નિવારણ લાવવામાં આવશે. તેમણે વિકાસની સાથે રહેવા સૌને અપીલ
કરી હતી. કેશવજીભાઇ રોશિયા અને અમુલભાઇ દેઢિયાએ માંડવી વિધાનસભા વિસ્તારમાં સર્વાંગી
વિકાસ થઇ રહ્યો છે અને વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ રહેશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
હતો. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય બાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઇ, જિ.પં. સિંચાઇ સમિતિના રૂપેશભાઇ આહીર, સામતભાઇ ગઢવી,
કેશવજી રોશિયા, હરેશ રંગાણી, ચંદુભાઇ વાડિયા, અમુલભાઇ દેઢિયા, વિક્રમસિંહ જાડેજા, ભાઇલાલ છાભૈયા, સિંચાઇના વિશાલ ગઢવી, વિનોદ જબુઆણી, બળવંતસિંહ જાડેજા, કાનજીભાઇ સંઘાર, નીલેશ મહેશ્વરીનું સન્માન કરાયું હતું.શિવજીભાઇ સંઘાર, ગોવિંદભાઇ દિવાળી, હરિભાઇ ગઢવી, દશરથસિંહ જાડેજા, ધનરાજ ગઢવી, રાજુભાઇ
ગોસ્વામી, પ્રદ્યુમનસિંહ જાડેજા, નારાણભાઇ
સંઘાર, સન્મુખસિંહ જાડેજા, ભાવેશ સંઘાર, વિશ્રામ સંઘાર, ખુશીબેન ચોથાણી, પરેશ ભાનુશાલી, કારૂભાઇ, શંભુદાન ગઢવી, બબા શેઠ,
અરાવિંદભાઇ, જેમલભાઇ, લાખુભા
જાડેજા, હરદાસભાઇ ગઢવી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઇ રામાણીએ કર્યું હતું. શાત્રોક્ત વિધિ શિવશંકર મારાજે
કરી હતી.