કોલંબો તા. 7 : ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં પ્રવેશ
કર્યો છે. જ્યાં તેની ટક્કર રવિવારે ગૃહ ટીમ શ્રીલંકા વિરુદ્ધ થશે. આજે રમાયેલી દ.
આફ્રિકા સામેની મોટા સ્કોરવાળી મેચમાં ભારતીય મહિલા ટીમનો 23 રને વિજય થયો હતો. ભારત તરફથી
પ્લેયર ઓફ ધ મેચ બનેલી જેમિમાહ રોડ્રિગ્સે શાનદાર સદી ફટકારી હતી. ભારતના 9 વિકેટે 337 રનના જવાબમાં આફ્રિકા મહિલા ટીમના પ0 ઓવરમાં 7 વિકેટે 314 રન થયા હતા.
રોડ્રિગ્સે ભારત તરફથી વન -ડેમાં ત્રીજી ઝડપી સદી ફટકારી હતી. આ સૂચિમાં પહેલા સ્થાને
સ્મૃતિ મંધાના છે. તેણીએ 70 દડામાં સદી
કરી હતી. હરમનપ્રિત કૌર (87 દડા) બીજા
નંબર પર છે, જેમિમાહે 101 દડામાં 1પ ચોગ્ગા-1 છગ્ગાથી 123 રન કર્યા હતા. તેના અને દીપ્તિ
શર્મા વચ્ચે પાંચમી વિકેટમાં 122 રનની ભાગીદારી
થઇ હતી. આ પહેલાં મિતાલી-વેદાએ 108 રનની ભાગીદારી
કરી હતી, જે રેકોર્ડ તૂટયો છે. દીપ્તિ શર્મા 7 રને સદી ચૂકી હતી અને 84 દડામાં 10 ચોગ્ગા-2 છગ્ગાથી 93 રને આઉટ થઇ હતી. સ્મૃતિ મંદાનાએ
પ1 અને કપ્તાન હરમનપ્રિત કૌરે 28 રન કર્યા હતા. આથી ભારતના પ0 ઓવરમાં 9 વિકેટે 337 રન થયા હતા.જવાબમાં
આફ્રિકી મહિલા ટીમ 7 વિકેટે 314 રને અટકી હતી, જેમાં અનરી ડર્કસનના 81, કેપ્ટન કલોઈ ટ્રાઇઓનના 67 રન મુખ્ય હતા. ભારત તરફથી અમનજોત
કૌરે 3 વિકેટ લીધી હતી.