• શુક્રવાર, 09 મે, 2025

પુંચમાં નિર્દોષોની હત્યાનો બદલો ભારતીય સેનાએ 31 પાકિસ્તાની ઠાર માર્યા

નવી દિલ્હી, તા. 8 : આતંકવાદીઓ સામે ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદુરથી પાકિસ્તાન રઘવાયું બન્યું છે. જેના કારણે દુશ્મન દેશ એલઓસીએ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ બુધવારે રાત્રે એલઓસી પાસેના ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર અને મોર્ટર મારો કર્યો હતો. જેમાં ચાર બાળક, એક જવાન સહિત 16 લોકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણાને ઈજા પહોંચી છે. તેવામાં ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ અપાયો છે જેમાં પાકિસ્તાનના 31 ઠાર થયા છે અને ઘણા હોસ્પિટલમાં દાખલ છે. 31 મોતનો આંકડો ખુદ પાકિસ્તાને કબુલ્યો છે. પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં દાવો કર્યો હતો કે સરહદે ભારતીય સેનાના હુમલામાં 31 લોકોના મૃત્યુ થયા છે અને 60થી વધારેને ઈજા પહોંચી છે. ભારતે પોતાના હવાઈ ક્ષેત્રથી સ્ટેન્ડઓફ હથિયારનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. જો કે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરતા આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કર્યું છે. ભારતીય સેનાના એક રક્ષા પ્રવક્તાએ કહ્યું હતું કે, 7-8 મેની રાતે પાકિસ્તાની સેનાએ એલઓસીએ ચોકીઓથી તોપખાના મારફતે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેના દ્વારા આ હરકતનો જવાબ આપવામાં આવ્યો હતો અને ભારતીય સૈનિકોએ દુશ્મનોની ઘણી ચોકીઓ નષ્ટ કરી હતી અને ભારે નુકસાન પહોંચાડયું હતું.  આ પહેલા પાકિસ્તાની સેનાએ બુધવારે એલઓસી પાસેના ગામને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર મારો કર્યો હતો. પાકિસ્તાનના અંધાધુંધ ગોળીબારના કારણે સરહદ નજીક રહેતા લોકો બંકરમાં જવા મજબુર થયા હતા. વધુમાં કુપવાડા, બારામુલા, પુંચ, ઉરી અને અખનુર સહિતના વિસ્તારમાં લોકો સલામત સ્થળે પલાયન કરી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd