મોટી વિરાણી (તા.નખત્રાણા),તા. 6: તાલુકાના
મથલ અને કાદિયા ગામની ભાગોળે આવેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર `જખ્ખ ધ્રો' ખાતે આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વે પરંપરાગત
ભવ્ય મેળો યોજાયો હતો. વરસાદી પાણીના ધસારાથીઅદ્ભુત આકારો પામેલા પથ્થરો અને કુદરતી
ઝરણાંઓની ગોદમાં ભરાયેલા આ મેળામાં આસપાસના મથલ, કાદિયા નાના
મોટા અને ટોડિયા સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જખ્ખ દાદાના મંદિર
સાથે જોડાયેલી આસ્થા અને લોકવાયકા ધરાવતા આ સ્થળે
લોકોએ દર્શન કર્યા હતા. મેળામાં કટલરી, રમકડા,ં અને નાસ્તા પાણીના સ્ટોલ્સ પર ભારે ધમધમાટ રહ્યો હતો. ગ્રામજનોએ ઢોલના તાલે રાસ રમીને કચ્છી લોકસંસ્કૃતિની
આગવી મહેક પાથરી હતી. ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલેલાં વાતાવરણ વચ્ચે મેળો જામ્યો
હતો. એવું મથલના જગદીશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું.