માંડવી, તા. 6 : દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણના
પ્રાગટયોત્સવ પર્વના હરખમાં આ બંદરીય શહેરની જગજાહેર ખારવા સમાજ આયોજિત 348મી મોટી રવાડીને આનંદના હિલોળા
સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ખાસ ઉપસ્થિતિ, નગર અધ્યક્ષા વર્ષાબેન જોશીની મોજુદગી અને સમાજના પ્રમુખ જિગરભાઈ ધાયાણીની
આગેવાનીમાં જ્ઞાતિ અગ્રણીઓ સંગાથે મૂરલી મનોહર મંદિરેથી પ્રસ્થાન કરાવાયું હતું. બહોળી
સંખ્યામાં જ્ઞાતિજનો, આસ્થાળુઓ જોડાયા હતા. પરંપરાગત રીતે સુશોભિત
રથમાં ગરુડજી સાથે મૂરલી મનોહરજી ભગવાનની મૂર્તિને બિરાજમાન કરાવ્યા પછી સંગીત પાર્ટીઓ,
સ્વાલી ઢોલની ફલીઓ સંગાથે પરંપરગત રીતે શોભાયાત્રા ઓખાઈ બજાર,
શાક માર્કેટ, આશાપુરા માતાજી મંદિર, રંગચૂલી, લોહાણા મહાજન વાડી, લક્ષ્મી
નારાયણ ચોક થઈને તળાવવાળા નાકા સુધી પહોંચી એ બાદ સ્નાનાદિ પછી વહેલી સવારે વિરામ લીધો
હતો. સમગ્ર રાત્રિ દરમ્યાન શહેરમાં આનંદોત્સવે ઘેલું લગાડયું હતું. ઠેર-ઠેર ભાવિકો,
આસ્થાળુઓએ દર્શન કર્યા હતા. નગરસેવકો નિર્મલાબેન મહેન્દ્ર માલમ,
પારસ સંઘવી, કૃપાબેન રાજેશ કસ્તૂરિયા, હેમાંગભાઈ કાનાણી, પૂર્વ પ્રમુખ શિવજીભાઈ ભુદા,
દ્વારકા, જામનગર, સૌરાષ્ટ્રમાંથી
આવેલા ખારવા સમાજના અગ્રણીઓ, જ્ઞાતિજનો સહભાગી થયા હતા. આનંદીબેન
મહેન્દ્ર મોતીવરસ, કૃપાબેન રાજેશ કસ્તૂરિયા, રાખીબેન સુરેશભાઈ રાઠોડ, ધ્વનિબેન નિકુલ કષ્ટાએ સજોડે
પૂજનનો ધર્મલાભ લીધો હતો. વિધિ-વિધાન નવીન ચંદુભાઈ વ્યાસે કરાવ્યા હતા. જગદીશભાઈ તાવડીવાલા
(દ્વારકા), દીપેશભાઈ જોશી (પ્રમુખ, સમસ્ત
બ્રહ્મસમાજ, પશ્ચિમ કચ્છ), મુકેશ જોશી,
મિતેશ સચદે, વૈભવ સંઘવી, ખારવા સમાજના ગ્રુપો, હનુમાન દેરી ગ્રુપ, દરિયાલાલજી ગ્રુપ સમાજના યુવા અને મહિલા શક્તિ, નરેન્દ્ર
પીઠડિયા, દર્શન ગોસ્વામી, સનાતન હિન્દુ
સમાજના મોવડીઓ વગેરે સાથે મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાતા રસ્તાઓ ભરચક થઈ ગયા હતા એવું
સુરેશભાઈ ઝાલા અને બિપિનભાઈ ફોફંડીએ જણાવ્યું હતું. આ અવસરે દેશના વિવિધ ભાગો અને પરદેશમાંથી
સમાજના પ્રતિનિધિઓ આવી પહોંચ્યા હતા.