• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

જી-20 દેશોના શિખર સંમેલનનો દુનિયાને સંદેશ

વિશ્વના કુલ વિકાસ દરનો મોટો હિસ્સો ધરાવતા જી-20 દેશોના સમૂહના શિખર સંમેલનમાં અમેરિકાના બહિષ્કાર વચ્ચે શનિવારે જહોનિસબર્ગમાં પસાર કરાયેલા ઘોષણાપત્રમાં આવરી લેવાયેલા મુદ્દામાં એક બાબત નવી અને નોંધપાત્ર બની રહી હતી. આ સમૂહના અધ્યક્ષ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામાપુસાએ આ જાહેરાનામામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફનાં દબાણનો આડકતરો ઉલ્લેખ કરીને રાજકીય, સામાજિક અને આર્થિક પડકારોને પહોંચી વળવા બહુપક્ષીય સહમતિને વધારીને સામૂહિક રીતે તેનો સામનો કરવાની જરૂરત પર આ સંયુક્ત ઘોષણાપત્રમાં ખાસ ભાર મુકાવ્યો હતો. જી-20ના ઈતિહાસમાં આફ્રિકમાં સૌપ્રથમ વખત યોજાયેલાં આ શિખર સંમેલનમાં ભારતના વડાપ્ર્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 122 ફકરાના આ ઘોષણાપત્રને સ્વીકૃતિ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘોષણાપત્રના મુસદ્દાની તૈયારીમાં પણ અમેરિકા અળગું રહ્યંy હતું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આપણે છીએ એટલે હું છું...ની લાગણીનું પ્રતિબિંબ પાડતા આફ્રિકન શબ્દ ઉબનટુનો ઉપયોગ કરીને તમામ પડકારોનો સમાનો આ વલણથી કરવાની જરૂરત પર ભાર મુક્યો હતો.  આ ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદના કદને વધારવા, ત્રાસવાદને વખોડવાના અને મહિલાઓના સશક્તિકરણના મુદ્દા સમાવી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં ત્રાસવાદને અને કેફીદ્રવ્યોની હેરાફેરીને પોષતા દેશોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.  તેમણે કેફીદ્રવ્યોના સોદાગરો અને આતંકી જૂથો વચ્ચે સાઠગાંઠ વધવાના જોખમની સામે જી-20 સમૂહે એક મોરચો ખોલીને પોતાની સાર્થકતા બતાવવી જોઈએ એવો અનુરોધ અધિવેશનમાં કર્યો હતો. ભારતીય વડાપ્રધાનના ઉદ્ઘાટન સત્રના સંબોધનમાં વ્યક્ત કરાયેલી લાગણીના પ્રતિસાદમાં જી-20ના ઘોષણાપત્રે ત્રાસવાદના કોઈ પણ સ્વરૂપ અને કારણને વખોડતાં વિધાનનો સમાવેશ કર્યો હતો. આની સાથોસાથ ભારતે જ્યારે જી-20 સમૂહનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું, ત્યારે જે ઘોષણાપત્ર બહાર પડાયું હતું, તેમાં મહિલાઓ અને યુવતીઓના સશક્તિકરણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. આ લાગણીને આ વખતના ઘોષણાપત્રમાં ફરી એક વખત સમાવી લેવાઈ છે. આમાં મહિલાઓની શાંતિના વાહક તરીકેની ભૂમિકાને માન્ય ઠેરવાઈ હતી. આ વખતે પ્રથમ વખત આફ્રિકામાં યોજાયેલાં આ શિખર સંમેલનની વણકહી પણ અનુભવાયેલી નોંધપાત્ર હકીકત એ રહી કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રકૃતિ મુજબ આ સંમેલનનો બહિષ્કાર કરીને તેને ખોરવવાનો પ્રયાસ કર્યો હતો, પણ જી-20ના સભ્ય દેશોએ સામૂહિક રીતે આ બહિષ્કારની પરવા કર્યા વગર જે રીતે સંમેલનને અર્થસભર બનાવીને એકતાને અનુભવ દુનિયાના અન્ય દેશોને કરાવ્યો હતો. સાથોસાથ આ શિખર સંમલેનમાં વડાપ્રધાન મોદીના વૈશ્વિક નેતૃત્વને અન્ય દેશોના વડાએ જે રીતે વધાવી લીધું તે દરેક ભારતીય માટે ગૌરવપ્રદ બની રહ્યંy છે.

Panchang

dd